________________
૧૮૭
ઘણે દૂર નીકળી ગયા પછી શુભમતી હર્ષ પામતી બેલી, “હવે કેટલું આગળ જવાનું છે, તે તે કહે. ચાલતાં ચાલતાં તમારા કઈ જીવનપ્રસંગને કહીં મારા કાનને પવિત્ર કરો.”
આ પ્રમાણે રાજકન્યા ફરીફરીને કહેવા લાગી. પણ તે સિંહ ખેડૂત અક્ષરે બેલતે નહિં. ત્યારે રાજકુમારી મનમાં વિચારવા લાગી, “શરમને લઈ તે કાંઈ બોલતા નથી. ઉત્તમ પ્રકૃતિના માન જરૂર સિવાય બોલતા નથી. કામ પ્રસંગે ચેડા શબ્દોમાં કહેવાનું હોય તે કહી દે છે.
યુવાવસ્થામાં તે ઘણા શાંત ચિત્તવાળા હોય છે. જે કરગરવાથી પ્રસન્ન થાય છે. અને પ્રશંસા કરવાથી શરમાય છે. તે જ મહાન વ્યક્તિ સંસારમાં સર્વથી ઉત્તમ મનાય છે.
શરદઋતુમાં મેઘ ગર્જના કરે છે. પણ વરસ નથી. પણ તે મેઘ વર્ષા ઋતુમાં ગરજ્યા વિના જ વરસે છે. તેમ નીચ પ્રકૃતિના માણસો બેસે છે વધારે, પણ કરતા કોઈનથી. પણ સજજન પુરુષે બોલતા નથી. પણ કામ વધારે કરે છે.” - આ પ્રમાણે રાજકન્યા પિતાના મનમાં વિચારી રહી હતી. ત્યારે સવાર થયું. સવારના આછા પ્રકાશમાં શુભમતીએ ખેડૂતનું મોઢું જોયું. મોટું જોતાં જ તે મૂચ્છિત થઈ જમીન પર પડી.
સિંહ ખેડૂતે શપચાર કરી રાજ્યકન્યાને સાવધ કરી. સાવધ થતાં શુભમતી મનમાં વિચારવા લાગી. “તે દિવ્ય