SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ તારા બાપુ જીન્નતા છે તેમ માનુ છું અને તેથી જ ચૂડિયા તથા સુદર વાભૂષણો ધારણ કરુ છુ” માતાએ આમ કહ્યું. પણ દેવકુમારના મનની ઉદાસીનતા ન ગઈ, તેમજ તેના મનને શાંતિ પણ ન મળી. પુત્રને ઉદાસ જોઇ માતાએ કહ્યું, “ બેટા, ચિન્તા છેડ, ને ખાવા એસ. ’ મા જ્યારે આમ કહી રહી હતી ત્યારે દેવકુમાર પોતાની નજર ચાતરફ ફેરવી રહ્યો હતા. નજર ફેરવતાં તેની દ્રષ્ટિ બારણાના પાટડા પર લખેલુ તેની દૃષ્ટિએ પડયું. તે ત્યાં જઈ વાંચવા લાગ્યા, “ કમળ સમૂહમાં ક્રીડા કરનાર રાજા પુરુષને જોઇ દ્વેષ કરનારી અને દ્વેષથી કાષ્ટ ભક્ષણ કરવાની ઇચ્છા કરનારી રાજકુમારી સાથે લગ્ન કરી એક વીર આ સમયે પૃથ્વીની રક્ષા કરવા માટે દંડ ધારણ કરવાવાળા હું અવંતી તરફ ઉતાવળા જઈ રહ્યો છું.” આ વાંચી દેવકુમાર ઘણા રાજી થયા, પુત્રને રાજી થયેલે જોઇ સુકેામલા પૂછવા લાગી, “હું પુત્ર ! શું તને તારા ખાપ કયાં છે તે જાણવામાં આવી ગયું ? શું તારા બાપુ આવી ગયા ?” “ આ.” દેવકુમાર ઓલ્યા, “ તારા આશીર્વાદથી મને મારા બાપુના પત્તો મળી ગયા.” તારા બાપુ કયાં છે ?” સુકેામલાએ પૂછ્યું, “ મને બતાવ.” “ ખા, ” દેવકુમાર એક્ષ્ચા, હું જ્યાં મારા આપુ છે ત્યાં પહેલાં હું જઈશ. ત્યાં ગયા પછી તરત જ તને તે સ્થાન બતાવીશ.” ܕܕ
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy