________________
ગયું. ને તે જાળમાં સપડાયું. તેમાંથી ગમે તેમ કરી તે નીકળી ગયું. પણ અંતે તે બગલાર્થી ખવાઈ ગયું.
ચોરના મર્યા પછી વિક્રમાદિત્યે જેનું ધન, કન્યાઓ ચોરથી હરણ થઈ હતી તેમને બેલા અને તેમનું ધન તેમને પાછું આપ્યું, જેમની કન્યાઓ હતી તેમને તેમની કન્યાઓ ઑપી.
વિકમે પેલા કૃષ્ણ બ્રાહ્મણને ઘણું સુવર્ણ આપ્યું ને પોતાની રાણી કલાવતીને લઈ મંત્રીઓએ આણેલા હાથી પર બેસી પિતાના મહેલે ગયા ને સુખપૂર્વક રહેવા લાગ્યા.
કહેવાય છે, “યથા રાજા તથા પ્રજા રાજા ધર્મમાં પ્રેમવાળે હોય તે પ્રજા ધર્મપ્રેમી હોય જ. પ્રજા રાજાનું અનુકરણ કરે છે.
ત્રીજો સર્ગ સંપૂર્ણ
છિત્વા પાશમપાસ્ય કૂટરચના, ભકત્પાબલાદૂ વાગુરામ પર્યન્તાગ્નિશિખાકલાપજટિલાદું નિત્ય દૂર વનાદુ વ્યાધાનાં શરગેચરાદતિજનેત્રુત્ય ધાવન મૃગ કૂપાન્તઃ પતિતઃ કરોતિ વિધુરે કિંવાં વિધો પૌરુષમ
| (સ ૩-૨૫૭)