________________
પરિશ્રમ લઈ આ અનુવાદ તૈયાર કર્યો છે, અને તેથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ અનુવાદ સર્વત્ર ઉપયોગી જણાશે, કેમકે એક તે આ અનુવાદની ભાષા હિંદી છે. અને બીજું આ અનુવાદને વિષય સર્વગ્રાહી રસભર્યો છે. તે ઉપરાંત આજ સુધી આ વિક્રમ ચરિત્રનો સંપૂર્ણ અનુવાદ કોઈ પણ ભાષામાં પ્રગટ થયું નથી. પહેલા ભાગમાં પહેલા સર્ગથી સાતમા સર્ગ સુધી સમાવેશ થાય છે. બીજા ભાગમાં આઠમા સર્ગથી બારમા સર્ગ સુધીમાં કથા પૂર્ણ થાય છે.
મહારાજા વિક્રમાદિત્યના જીવન સાથે સંબંધ ધરાવતી સિંહાસન બત્રીસી અને વૈતાલ પચ્ચીસી પણ તૈયાર કરવામાં આવે એવી ઈચ્છા ગ્રંથમાળાની છે.
ભવિષ્યની ઇચ્છાઓ ભવિતવ્યતતા પર રાખી. કથન પૂરું કરીએ
છીએ.
ધન્યવાદ
સાહિત્યપ્રેમી પ. પૂ. મુનિવર્ય શ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીના સદુપદેશથી મુંબાઈ નિવાસી શેઠ શ્રી ખેતાજી ધનાજીની પેઢીવાળા શેઠશ્રી ચુનીલાલ ભીમાજી દાદઈવાળાએ વિ. સં. ૨૦૦૫ માં રૂ. ૨૦૦ પહેલા આપી વિક્રમ ચરિત્રને છપાવવાની શરૂઆત કરાવી. તેથી તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે. સાથે સાથે શેઠ શ્રી સમરથમલજી કેસરીમલજીને પણ ધન્યવાદ આપવામાં આવે છે. જેમણે અગાઉથી રૂ. ૧૨૫ આયા તેમજ જાબાલનિવાસી શ્રી તારાચંદ મોતીજી, શ્રી શીખવદાસ ખીમાજી અને શ્રી મગનલાલ કપૂરાજી આદિ ધર્મપ્રેમી શ્રાવોએ પણ આ કાર્યમાં સહાયતા આપવાની ઈચ્છા પ્રગટ કરી છે.
અમદાવાદ મસ્કતી મારકીટની જૈન મારવાડી કમિટીની અતિ આગ્રહભરી વિનંતીથી પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં શ્રી સંઘને પર્વ