SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ભાજસ્થાન ઓગણીશમ્ જે માનવભવની પ્રાપ્તિ થાય છે. તેમાં ય તેના પ્રબળ પુણ્યોદયે અને ભવિતવ્યતાના પરિપાકે-આદેશ, ઉત્તમ કુળ, પંચે ન્દ્રિયજાતિ, દીર્ઘ આયુ, નિરોગી શરીર વિગેરે ઉત્તમ અને ઉમદા સામગ્રી પ્રાપ્ત કરે છે. આટઆટલી ભવ્ય સામગ્રી પ્રાપ્ત થયા પછી પણ માનવતા મળવી એ અતિ દુર્લભ છે અને માનવતા પામ્યા પછી પણુ સદ્દગુરુના વેગમાં શાસ્ત્રનું શ્રવણ એ વળી અતિદુર્લભ છે. પુણ્યાગે શાસ્ત્રશ્રવણને સુયોગ પણ સાંપડે છતાં તેમાં શ્રદ્ધા થવી એ તે અત્યંત દુર્લભ છે. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે“ના પરમ કુદ્રા” શ્રદ્ધા પરમ દુર્લભ છે અને કદાચ શ્રદ્ધા થાય તે એને જીવનમાં ઉતારવું એ તે અત્યંત કઠીન છે. તાણાવાણાની જેમ સોધને જીવનમાં ઉતાર, અમલમાં મૂકવે અને તેનું આચરણ કરવું એ કંઈ નાનીસૂની વાત નથી, માટે જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે चत्तारि परमंगाणि दुल्लहाणि य जंतुणो । माणुसत्तं सुई सद्धा संजमम्मि य वीरियं ॥ પુણ્યગ-ઉત્તરોત્તર આવી સુંદર અને સભર સામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ આત્મા આળસ અને પ્રમાદમાં પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરે છે અને દેવદુર્લભ આ માનવદેહને એળે ગુમાવે છે, હારી જાય છે અને વેડફી નાંખે છે માટે જ જ્ઞાનીઓ मजं विसय कसाया निदा विगहा य पंचभी भणिया । एए पंच पमाया, जीवं पाडंति संसारे ॥
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy