SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે વ્યાખ્યાન ઓગણીસમું. છે. ફળમાં ફરક કેમ? પરમાત્માની પૂજા ભક્તિ કરનારા સંખ્યાબંધ આત્મા હોય છે, પણ બધાને ફળ સરખું મળતું નથી. કારણ કે સોના ભાવ ચરખા હોતા નથી. સોની ભક્તિ સરખી હોતી નથી, સૌના ભાવ જુદા હોય છે. સૌના અધ્યવસાયમાં ફરક હોય છે. સૌની લાગણી અને ભક્તિમાં ફરક હોય છે. સૌના રસમાં અને ઉલ્લાસમાં આસમાન પાતાળ જેટલું અંતર હોય છે. નાગકેતુએ ભગવાનની પૂજા કરતા ભાવનામાં ચઢતા કેવળજ્ઞાન મેળવ્યું. આપણા એવા ભાવ અને એવા અધ્યવસાય હતા નથી, એટલે આપણને એવું ફળ મળતું નથી. બીલાડી એ જ મુખથી અને એ જ દાંતથી પોતાના બચ્ચાને પકડે છે અને એ જ મુખથી ઉંદરડાને પકડે છે. પકડવાની ક્રિયા એક સરખી હોવા છતાં બંનેનાં ભાવમાં આસમાન પાતાળ જેટલું અંતર છે. બીલાડી પિતાના બચ્ચાને હાલથી અને વાત્સલ્યભાવથી પકડે છે, જ્યારે તે ઉંદરડાને મારી નાંખવાની અને એને હઈયા કરી જવાની ભાવનાથી પકડે છે.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy