SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ઘમ તવ પ્રકાશ જે વ્યકિત એક જીવનને વિચાર કરે અને અહીંથી કયાં જઈશ? ત્યાં મારી શી દશા થશે? એનો વિચાર ન કરે એ કેટલી મોટી ભૂલ છે માટે કહેવું પડે છે કે આપણે આત્મા અમર છે. પરલોક છે. વિગેરે વાતે બેલીએ છીએ એ કેવળ પોપટના રામરામ જેવી વાત છે. એક તરફ પિપટ રામરામ કરે છે અને બીજી તરફ એજ પોપટ રામની તબીર કે મૂર્તિ પર વિણા કરે છે. પણ એ તે અજ્ઞાન છે. એટલે એમ કરે પણ આપણને બુદ્ધિને ફાંકે છે. હું આવું છું અને હું તે છું એમ વાતવાતમાં ઘમંડ કરનારે-આત્મા છે અને તે અમર છે, પર લેક છે અને પરલોકમાં આત્માને કર્મના ફળ ભોગવવા પડે છે, આમ મુખેથી બોલતા રહીએ અને પાપક આચરતા રહીએ અને ભવિષ્યને વિચાર કરતા નથી. માટે કહેવું પડે છે કે આપણી બધી વાતે પિપટના રામરામ જેવી છે. " આ જન્મ માટે જેટલો વિચાર કરીએ છીએ તેટલો વિચાર આવતા જન્મ માટે કરતા નથી. હજારો ખચીને માણસ માટે બંગલે બંધાવે છે. લેઈટેસ્ટ ડીઝાઈનનું ફરનીચર વસાવે છે, અદ્યતન ઢબના અવનવા સાધન વસાવે છે, કેટલીક વખત કરજ કરીને પણ સુખના સાધનો વસાવે છે, પણ ભલાને પૂછેને આ બંગલામાં તમે કેટલા વર્ષ રહેવાના? માટે એક ઉદ્દે કવિ કહે છે કે – આગાહ અપની મોતસે, કેઈ અસર નહીં; સામાન સે વરસક, પલકી ખબર નહીં. એક પળની, ઘડી પછીની માણસને ખબર નથી અને સામાન તે એટલે ભેગો કરે છે કે- વર્ષ પણ ખૂટે નહીં
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy