SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન અઢારમું સામ માણસ નીચે ઉભેઉ લડે તે તેઓ ઘડા રથ કે હાથી ઉપરથી નીચે ઉતરીને એની સામે લડતા હતા. શત્રુ નીચે હોય અને એ ઉપર બેસે તે તેમાં તેઓ અનિતી અને અન્યાય સમજતા હતા. શત્રુ પાસે તલવાર, બંદુક યા શસ્ત્રાસ્ત્ર ન હોય તો તેઓ પણ શસ્ત્રાને દૂર ફગાવી યા શત્રુને તલવાર આદિ શસ્ત્ર આપીને પછી યુદ્ધ કરતા હતા, તેમનું યુદ્ધ અનીતિ અને અત્યાચાર સામે હતું. જ્યારે પણ જૈન રાજાઓએ નિર્દોષ અને બીન ગુનેગાર ઉપર અનીતિ કે અત્યાચાર કર્યો નથી. આવી હતી આપણી સંસ્કૃતિ, જેનોએ બુરૂ કરનારનું ય ભલું કર્યું છે. સંસારના સમસ્ત જીના સુખની કામના અને ભલાઈની ભાવના ભાવી છે. __मित्तीमे सव्व भूएसु" शिवमस्तु सर्व जगतः મદ્રાણિ પરતુ માત કુકમા મ” નાનાधिपानां शांति भवतु મતલબ જગતના સકળ જીના કલ્યાણની કામના, સકળ જીના ભલાની ભાવના ભાવી છે. જેનોને જેવી આવી ઉદર ઉદાત્ત અને વિશાળ ભાવનાનાં મંગળ દર્શન તમને દુનિયાના પડમાં નહિ જડે. શ્રી તીર્થકર દેવના આત્માઓ એમના પૂર્વના ત્રીજા ભવે “સવિ જીવ કરૂં શાસન રસી, ઈસી ભાવ દયા મન ઉદ્ભસી” મતલબ વિશ્વના સકળ અને શાસન રસીયા બનાવવાની ઉદાત્ત, ઉદાર અને સુંદર ભાવના ભાવે છે. આવી ઉચ્ચ ભાવનામાં જ્યારે તેઓ ઉત્કૃષ્ટ રસમાં ચડે છે ત્યારે તીર્થંકર નામકર્મ જેવી ઉત્તમ પ્રકૃતિ નિકાચિત કરે છે.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy