SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ જમ લવ પ્રકાશ annnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn એને છોડવાને નથી. લડીશ, ઝગડીશ અને એની ખબર લઈશ. એના મનમાં એ શું સમજે છે!” - વૃદ્ધને જ્યાં ભાઈની વાત આવતી ત્યાં એ વૃદ્ધ એવા ઉકળી જતાં હતાં કે ન પૂછો વાત! શ્રદ્ધાળુ ભાઈ સમજી ગયા કે દર્દ કયાં છે. નિદાન હાથમાં આવ્યા પછી ઔષધ તરત જ ફાયદો કરે છે. કયાં ખામી છે? નવકાર કેમ ફળ નથી, આ વાત ધ્યાનમાં આવી ગઈ જ્યાં આપણા હૃદયમાં ઠાંસી ઠાંસીને દુર્ભાવ ભર્યો હોય ત્યાં શું નવકારનો વાસ થાય ખરે! અને એ ફળે કઈ રીતે? પ્રત્યેક આરાધક, હરેક વાંચક પિતે જ એક મિનિટ આંખ બંધ કરીને વિચારમગ્ન બની વિચાર કરે કે મારા હદયમાં આવી દુર્ભાવના નથી ને! જે વિચાર કરશે તે તમને પિતાને જણાઈ આવશે કે આ વૃદ્ધ ભાઈ કરતા પણ અમારા હૃદયમાં દુર્ભાવનાને કચરે ઠાંસી ઠાંસીને ભર્યો છે. ઉપકારી ઉપર અપકાર કરવા તૈયાર, દેવ-ગુરુ પ્રત્યે ચેડા કાઢવા તૈયાર, મા-બાપની સામેનું અસભ્ય વર્તન, ભાઈ-ભાઈમાં વિરોધ, પતિ-પત્નીમાં વિરોધ, પિતા-પુત્ર વચ્ચે કલહ, પાડોશીની સાથે ઝગડો, વાત-વાતમાં કલેશ કંકાસ અને રગડા ઝગડા, આચાર-વિચારનું ઠેકાણું નહિ, ધોળે દહાડે બીજાની આંખમાં ધૂળ નાંખવા તૈયાર, ઈર્ષ્યા-અસૂયા, રાગ, દ્વેષ, વિષયકષાય આ બધા દુર્ગ છે અને દુર્મા જે હૃદયમાં ભર્યા હોય ત્યાં નવકાર કઈ રીતે નિવાસ કરે! પ્રથમ હૃદયને શુદ્ધ કરવું પડશે, અને હૃદયમાં ઉદારતા, ગંભીસ્તા, પરેપકાર પરાયણતા,
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy