SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઘમ વડે શરીર તથા મનથી સૂક્ષ્મ આત્માના સુખ શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય તેનું દર્શન આ વૈજ્ઞાનિકોને હજી ઉઘડ્યું નથી. ધમતવનો મહિમા આજે ધર્મના સંસ્કારોનું સિંચન કરવાની અનિવાર્ય અગત્ય છે ત્યારે લેકર્ભાગ્ય સરલ શૈલીમાં થયેલા પરમવિદ્વાન પૂજ્ય આચાર્યશ્રી વિજયલક્ષમણુસૂરીશ્વરજી મહારાજશ્રીના આ વ્યાખ્યાનેનું પ્રકાશન અત્યંત આવકાર દાયક છે શાસકારોએ કહ્યું છે કે આ ધમ જ એ મિત્ર છે કે જે મૃત્યુ પામેલાની સાથે જાય છે. બીજુ સઘળું શરીરની સાથે જ નાશ પામે છે, ધર્મનો મહિમા અપરંપાર છે. ત્રણ જગતમાં જે કંઈ સુંદર સ્થાને છે, તે સર્વને અનુબંધવાળા ગુણથી યુક્ત ધર્મ વડે મનુષ્ય પ્રાપ્ત કરે છે. धश्चिन्तामणिः श्रेष्ठो, धर्म कल्याणमुत्तमम् । हित एकान्ततो धर्म, धर्म एवाऽमृतं परम् ॥ ધર્મ એ શ્રેષ્ઠ ચન્તામણિ છે, ધર્મ એ ઉત્તમ કલ્યાણ છે. કમ એકાન્ત હિત કરનાર છે અને ધર્મ એ જ પરમ અમૃત છે. ધર્મથી જગતમાં સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે. ૫૦ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસુરિજી “ધર્મબિંદુ પ્રકરણમાં ફરમાવે છે કે
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy