SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ શ્રી ચિદાનંદજી કીર્તિ કે માનના ભૂખ્યા નથી. તેઓ પ્રશંસાના લોભી નથી. પોાતનું માનમહત્ત્વ વધારવા, નામ કરવા કે શિષ્યો વધારવાના લોભી નહોતા તેથી તેઓ સદાય લોકોના જૂથથી દૂર રહેતા. તેઓની રચનાઓ – ગ્રંથો લો'લ્યાણ આત્મકલ્યાણાર્થે રચાયા હોય એવું જણાય છે. તેઓ નિર્લોભી અને આત્મજ્ઞાની હતા. તેઓ સંસારી મનુષ્યો ૫૨ પોતાના ઢોંગ કે દંભ દ્વારા છાપ બેસાડવાનો પ્રયત્ન નહોતા કરતા. તેમના પદો ઘણી જગ્યાએ ગવાતા સંભળાય છે. તેઓ લોકપરિચયથી દૂર રહેતા. પોતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે એનો પ્રચાર કરી મહાનતા પામવાની તેઓની ભાવના ન હોવાથી તેઓ સાદી રીતે જીવન ગાળતા. પ્રભુભક્તિમાં લીન થવા ઈશ્વરમાં ચિત્ત સ્થિર કરવું ભટકવા ટેવાયેલ મનને સ્થિર કરવા અભ્યાસ કરવો, એ માટે ચિત્તવૃત્તિ નિરોધ કરવો. જ્ઞાન એટલે શ્રવણ-મનન, ધ્યાન એટલે ઉપાસના, ચિત્ત અશાંત હોય તો ધ્યાન ન થઈ શકે એટલે ચાર કષાયોથી મુક્ત થઈ મૈત્રીભાવ, કરુણા, દયા, સમતા સંતોષ, યોગયુક્ત ઇન્દ્રિય નિગ્રહી, દૃઢનિશ્ચયી થઈ મન, બુદ્ધિ, ઈશ્વરને સમર્પિત કરી હર્ષ, દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ, ભય, ઉદ્વેગમુક્ત, માનાપમાન, શીતઉષ્ણ સુખદુઃખ જેવા દ્વંદ્વો પ્રતિ સમતા રાખી અનિકેત સ્થિર મતિયુક્ત થયેલ ભક્ત ભગવાનને પ્રિય હોય છે. એવા ભક્તો શુદ્ધ ચેતનને પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. અંતિમ ચરણ સમાધિ દ્વારા આત્મા સિદ્ધત્વને પામે છે. સુવર્ણા જૈન ૨૫૦૧ મોન્ટ્રીયલ ટાવર, શાસ્ત્રીનગર, લોખંડવાલા, અંધેરી વેસ્ટ, મુંબઈ-53 M. 8976484216 ૪૮ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy