SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આપે આપ વિચારતા, મન પામે વિસરામ, રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકી નામ. અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસ કૂપ, અનુભવ મારગ મોક્ષકો, અનુભવ શુદ્ધ સ્વરૂપ. અહીં ધર્મનો મહિમા સમજાવ્યો છે. દયા છત્રીસીનું આ પદ બહુ સુંદર છે. દયા ધરમકો મૂળ હૈ, દયા મૂળ જિણ આણ, આણા મૂળ વિનય કહ્યો, તે સિદ્ધાંતે જાણ.' દયા છત્રીસીમાં કવિશ્રીએ શાસ્ત્રોનો આધાર લઈને જિનપૂજાનું સ્વરૂપ દર્શાવ્યું છે. જિનપૂજા કરવાથી હિંસા થાય એવી જેની માન્યતા છે એને શાસ્ત્રોક્ત રીતે ખંડિત કરી છે. પુષ્પો ચડાવવાથી હિંસા માલુમ પડે છે તે ખરેખર હિંસા નથી કારણ કે તે જીવો તરફ ધ્યાની દૃષ્ટિથી, પૂર્ણ દયાથી લાગણીથી આ થાય છે. આ દ્રવ્યહિંસાનો, સ્વરૂપ હિંસાનો કર્મબંધ આત્માના પ્રદેશ પરથી સરળતાથી ખરી જાય છે. પરમાત્મા છત્રીસી રચનામાં રચયિતાએ ૩૬ દુહાની રચના કરી છે જેમાં પરમાત્માના પૂર્ણ સ્વરૂપને શાસ્ત્રીય રીતે દર્શાવવામાં આવ્યું છે. પરમાતમ એહ બ્રહ્મ હૈ, પરમ જ્યોતિ જગદીશ, પરસુ ભિન્ન નિહારીયે, જોહ અલખ સોઈ ઈશ.’ હે આત્મા, તું રાગદ્વેષને તજી ભવબંધનોથી મુક્ત થવાને અને પરમ અને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે પરમાત્માનું ધ્યાન કર એવો ભાવ રજૂ કર્યો છે. મૈ હી સિદ્ધ પરમાત્મા, મૈ હી આતમરામ, મૈ હી ધ્યાતા ધ્યેયકો, ચેતન મેરો નામ. મૈહી અનંત સુખ કો ધની, સુખમેં મોહે સોહાય, અવિનાશી આનંદમય, સોહે ત્રિભુવન રાય. શુદ્ધ હમારો રૂ૫ હૈ, શોભિત સિદ્ધ સમાન, કહેકુ ભટકત ફરે, સિદ્ધ હોને કે કાજ. રાગદ્વેષકુ ત્યાગ દે, વો હી સુગમ ઈલાજ સ્વરોદય જ્ઞાનમાં પણ ઘણા વિષયો આવરી લેવાયા છે. યોગશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સ્વરોદયજ્ઞાન વગેરે. ૪૫ર શ્લોકમાં જ્ઞાનનો બોધ ઠાલવ્યો છે. સ્વરોદયજ્ઞાનમાં ૪૫૩ પદોની વિશાળ પદરચના કરીને કવિશ્રીએ સાહિત્યસાધનાનો સુંદર પરિચય કરાવ્યો છે. આ રચના ગૂઢ અને માર્મિક છે એમાં આ જગતમાં કુદરતે મનુષ્ય જાતિને વિશેષ જ્ઞાન આપ્યું છે તેથી ઉત્તમ પુરુષો ત્રિકાળજ્ઞાની હોય છે. કાળના જ્ઞાનની એક ઉત્તમ રીત એ સ્વરોદય જ્ઞાન ૪૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy