________________
મન આશ્રવ કેરે કહા ડર હૈ. સહુ વાદવિવાદ વિસાર અપાર, ધરે સમતા જે ઈસો નર હૈ નિજ શુદ્ધ સમાધિમે લીન રહે, ગુરુ જ્ઞાનકી જાકું દીયો વર હે. મન હાથ સદા જિનકુ તિનકે ઘર હી વન હે વન હિ ઘર હે” સવૈયા-૩૪ ‘છાંડકે કુસંગત સુસંગથી સ્નેહ કીજે. ગુણ ગ્રહી લીજે અવગુણ દૃષ્ટિ યરકે. ભેદ જ્ઞાન પાયા જોગ, જ્વાલા કરી ભિન્ન કીજે. જ્ઞાની જો મિલે તો, જ્ઞાન ધ્યાન કો વિચાર કીજે.
મિલે જો અજ્ઞાની તો, હિજે મૌન ધારકે” મૂરખથી માથું ફોડવું નિરર્થક છે એટલે મૌન ધરવું જ લાભદાયી છે. ભેંશ આગળ ભાગવત નકામી વ્યર્થ છે.
સવૈયા ૩૯ વનિતા વિલાસ દુઃખકો નિવાસ.... વનિતાવિલાસી નાનાવિધ દુઃખ પાવે.'
સવૈયા૪પ ધીર વિના ન રહે પુરુષારથ, નીર વિના તરખા નહિ જાવે, ભૂપ વિના જગ નીતિ રહે નહીં, રૂપ વિના તન શોભ ન પાવે. દિન વિના રજની નાહી ફિટત, દાન વિના ન દેવતાર કહાવે, જ્ઞાન વિના ન લહે શિવમારગ, ધ્યાન વિના મન હાથ ન આવે.' સવૈયા પર વેલકું પલત તેલ લહે નહી, તુષ લહે નહીં તોય વિલોય, સિંગકુ દુહત દૂધ લહે નહીં, પાક લહે નહીં ઉખર બોયા. બાઉલ બોવત અંબ લહે નહિ, પુન્ય લહે નહી પારકો તોયા,
અંબર શુદ્ધતા વિણ લહે નહિ, ઉપરથી તનકુ નિત ધોય. સંસારની ફિલોસોફી, તર્ક, આ સવૈયાઓમાં જોવા મળે છે. તથા મુક્તિમાર્ગનું દર્શન પણ અહીં મળે છે.
પુદ્ગલ ગીતાઃ પુદ્ગલનું અતિ સૂક્ષ્મ સ્વરૂપ દર્શાવે છે કે પુદ્ગલથી જ કોઈ પણ પદાર્થના રંગ, રૂપ, ગંધ અને સ્વરૂપ નક્કી થાય છે. પુદ્ગલ વગર જ આત્મા શિવસુખ પામી શકે છે. પુદ્ગલ થકી જ કોઈ પણ જીવને જરા મૃત્યુ ૪૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો