SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચોરાશી લાખ જીવયોનિમાં નાટકના પાત્રોની જેમ વિવિધ વેશ ધારણ કરી નાચ નાચનાર આત્મા - ચેતન જીવ મોહદશામાં જકડાયેલો રહે છે. સ્ટેજના વિવિધ વેશે પોતાના પાત્રો ભજવી અંતે ચાલ્યા જાય છે. જ્યારે આ આત્મા બંધનમુક્ત બને છે, ત્યારે એ એના પાત્રની ભજવણી પૂર્ણ થતા પરમાત્મામાં લીન બને છે અને શુદ્ધ ચેતના સાથે એકાકાર થતાં જ્ઞાનનો પ્રકાશપૂંજ રચાય છે. અહીં આત્માને પાંચે પ્રમાદ તજી મોહજાળ તોડવાનું કહે છે. આ ભવને વૃથા ન ગુમાવવા કહે છે. પદ ૪૧ ઉઠોને મારા આતમરામ જિનમુખ જેવા જઈએ રે, વિષયવાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગો રે.’ તન, મન, ધન, યૌવન સુખનાં સાધનો છે, એ અસ્થિર છે. વાદળની છાયા જેવા ક્ષણ વિનાશી છે. બહોતરીમાં ચિદાનંદજીએ માત્ર આત્મવિષયક પદો રચ્યાં છે. બહોતરીમાં ૧૨ સ્તવનો, જૈન શ્રાવકનાં કર્તવ્યો, અને પર્વનો મહિમા દર્શાવતી એક સ્તુતિ, ગુરુ મહારાજ સમક્ષ ગવાતી ગફુલી ધ્યાનાકર્ષક છે. સ્તવનોમાં મુખ્યત્વે ઋષભદેવ, અજિતનાથ, ચંદ્રપ્રભુજી, નેમિનાથજી, પાર્શ્વનાથજી પરમાત્માની સ્તવના છે. ૫૪મા પદમાં નેમિનાથની સ્તવના સાથે ગિરનાર પર્વતનું મનમોહક દશ્ય ઉપસાવ્યું છે. પરમાત્માના રૂપનું વર્ણન પણ ચિત્તાકર્ષક બન્યું છે. પદ વાંચતા નજર સમક્ષ એક અકથ્ય અને અજોડ ભાવજગતનું ચિત્રાંકન થાય છે. નેમિનાથનું ૫૪મું પદ જ્યારે તેઓએ ભાવનગરથી સંઘ કાઢ્યો ત્યારે રચ્યું હોવાનું માનવામાં આવે છે. પદ ૬૮માં પાર્શ્વનાથજીના સ્તવનમાં જિનવાણીનું ઉત્તમ સ્વરૂપ પ્રકટ કર્યું છે. શ્રી ચિદાનંદજી રચિત જિનવાણીનું પદ ભવ્ય જીવોના ક્ષયોપશમ ભાવની વૃદ્ધિ કરનાર છે. અને અશુભ ગતિનો નાશ કરનાર છે. પદ ૬૭મું વાંચતા શબ્દપ્રવાહ અને ચિત્રકારની પીંછીનું સંમિશ્રણ હોય એમ શબ્દ અને ચિત્રનું મિશ્રણ નજર સામે પ્રત્યક્ષ સમવસરણનું દશ્ય ઊભું કરે છે. શ્રી ચિદાનંદજીએ જેનશાસનની પાયારૂપ બાબતોને પરમાત્માની વાણીને, આત્માના સૌંદર્યને, ચેતનના કર્તવ્યને, પરમાત્મા સ્વરૂપને, વિવિધ પદોમાં વણી લીધા છે. પર્યુષણ પર્વની સ્તુતિમાં પર્વનો મહિમા અને આત્માનું ગાન કરી પર્વનો મહિમા સાબિત કર્યો છે. ઉખડ, બંજર જમીન પર અનાજ ઉગાડવા જેમ ખેડૂત વ્યર્થ જમીન ખેડે જેમાં વાવેલું કશું ઊગે નહીં તેમ કુમતિને વશ થઈ અવળી મહેનત કરે તો લાભને બદલે હાનિ જ થાય. ભવસાગર પાર કરવા ઈન્દ્રિયોને વશ કરવી પડે. ધાન કાજ જિમ મૂરખ ખિત હડ ઉખડ ભૂમિકો ખંડેરી ઉચિત રીતે ઓળખવિણ ચેતન નિશદિન ખાટ ઘડેરી પ.પૂ. ચિદાનંદજી મ.સા. + ૩૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy