SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ અને માહિતીસભર મહત્ત્વના પુસ્તક India and Europe: An Essay in Philosophical Understanding'નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તદુપરાંત તેમણે બે મહત્ત્વના ગ્રંથોનું પણ સંપાદન કર્યું છેઃ (૧) Jaina Theory of Mutiple Facets of Reality and Truth. (2) Ac Hemchandra's Pramanamimamsa - A Critique of Organ of knowledge, A Work of Jaina Logic. તેમણે કરેલા સંશોધન-સંપાદન કાર્યોને દેશની ઉત્તમ સંસ્થાઓ દ્વારા અને પારિતોષિક દ્વારા સન્માનવામાં આવ્યા છે. Pre-eminent Sanskrit Scholar Award (૧૯૯૬) of Gujarat state Sanskrit Sahitya Academy. Research Prize by Sardar Patel University. Siddhasen Divakara Gold Medal for contribution to Indian and Jaina Philosophy. Hemchandra Achary Gold Medal and Award (B. L. Institute) of Rs. 51,000 for his contribution to jain Philosophy by writing excellent works. આ ઉપરાંત તેમના જીવનનું એક બીજું પાસુ જોઈએ તો તેઓ વિદ્યાપ્રેમી હતા. તેમને અધ્યયન કરવું અને અધ્યાપન કરાવવું ખૂબ જ ગમતું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સાત તેજસ્વી વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી માટે સંશોધનકાર્ય કર્યું હતું. તેમનું વ્યક્તિત્વ અસાધારણ હતું. તેમને મોટી મોટી વાતો કરવામાં અને ખોટી દેખાડાવૃત્તિમાં જરાય રસ ન હતો. તેઓ જૂથમાં અને જાહેરમાં ચર્ચા કરવાનું ટાળતા હતા. પરંતુ જો કોઈ જિજ્ઞાસુ તેમની પાસે કોઈ વિષય અંગે સમજવા કે ચર્ચા કરવા આવે તો તેને સંતોષ ન થાય ત્યાં સુધી ચર્ચા કરવા ઉત્સુક રહેતા હતા. તેમને ભારતના અનેક રાજ્યોમાંથી તેમજ અન્ય જુદાજુદા દેશોમાંથી સેમિનાર અને કોન્ફરન્સમાં ભાગ લેવા માટે તેમજ વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવતા હતા, પરંતુ તેમણે આમાં ભાગ લેવાને બદલે અધ્યયન-અધ્યાપન-સંશોધન અને સંપાદન કાર્યમાં જ તલ્લીન રહેવાનું પસંદ કર્યું હતું, જેને કારણે આજે આપણને અનેક ઉત્તમ ગ્રંથો પ્રાપ્ત થયા છે. શાંત ચિત્તે, મુક્ત મને વાંચવું, વિચારવું અને લેખનકાર્ય કરવું એ જ એમનો જીવનમંત્ર હતો. તેઓ કર્મનિષ્ઠ હતા. તેમણે જીવનના અંતકાળે માંદગીમાં હોવા છતાં બે દુર્લભ અને અમૂલ્ય પુસ્તકોનું કાર્ય પૂર્ણ કર્યું. તેઓ ગાંધીવાદને અનુસર્યા હતા. તેઓ સાદગીભર્યું ઉચ્ચ જીવન જીવ્યા હતા. દરેક વ્યક્તિ પ્રત્યે તેઓ સમભાવ રાખતા હતા. નાનામાં નાની વ્યક્તિને માનથી અને પ્રેમથી આવકારતા હતા. આવું હતું તેમનું પ્રશંસનીય અને ભવ્ય જીવન. (તેમના અવસાન પછી બહાર પડેલ પુસ્તિકાને આધારે.) પ્રો. નગીનદાસ જીવણલાલ શાહ + ૫૮૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy