SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી નામમાલાના ઉદાહરણોમાં ઉદાહરણીય સામગ્રીથી હેમચંદ્રાચાર્યના હાથ બંધાયેલા હોવાથી કલ્પના માટે ઓછો અવકાશ હતો અને શબ્દોની ઉપસ્થિતિ કાવ્યતર હેતુ ઉપર નિર્ભર હોવાથી માત્ર અર્થ સંદર્ભે જ સર્જલ્પના કામ કરી શકે તેમ હતી. આવી પરિસ્થિતિમાં પણ કલિકાલસર્વજ્ઞએ જે ગણનાપાત્ર વ્યુત્પત્તિમૂલક કવિત્વ દર્શાવ્યું છે તે કોઈ પણ કવિને ગૌરવ અપાવે તેવી સિદ્ધિ છે. દેશી શબ્દોના અધ્યયન માટે જૈનસાહિત્યનું મહત્ત્વ બે દૃષ્ટિએ છેઃ (૧) જૈન લેખકોએ દેશીકોશ રચનામાં કરેલું પ્રદાન અને (૨) જૈન સાહિત્યમાં વપરાયેલા દેશ્ય શબ્દો. શબ્દોના સ્વરૂપ, અર્થ અને ઇતિહાસના અધ્યયન માટે જૈન આગમસાહિત્ય અને કથાસાહિત્ય ભંડાર સમાન છે. આ વિષયમાં વ્યવસ્થિત કામ ઓછું થયું છે. જૈનસાહિત્યનું દેશ્ય શબ્દોની દૃષ્ટિએ ઝાઝું અધ્યયન થયું નથી. ભારતીય આર્યના ઇતિહાસમાં રહેલા મોટા મોટા ખાડા પૂરવા આ સામગ્રીનું અધ્યયન અનિવાર્ય છે. तर्केषु कर्कशधियः वयमेव नान्ये । काव्येषु कोमलधियः वयमेव नान्ये ॥ પ્રાચીન સમયના ઋષિમુનિ અને શ્રમણો વિશે હરિવલ્લભ ભાયાણીએ કહેલી આ પંક્તિઓ તેમના માટે પણ વાપરી શકાય. તર્કમાં 'શ બુદ્ધિવાળા અમે જ છીએ અને કાવ્યમાં કોમળ બુદ્ધિવાળા અમે જ છીએ બીજા કોઈ નહીં. સરળ વ્યક્તિત્વ, કાવ્યરસિક, પ્રાચીન અને અર્વાચીન સમય સાથે ચાલનારા અને તે બંને પરંપરાનો સમન્વય કરીને ઉત્તમ વસ્તુને ગ્રહણ કરનારા એક ઋષિ સમાન હરિવલ્લભ ભાયાણી હતા. તેમની સર્વદેશીય અને ગુણશોધક દૃષ્ટિના કા૨ણે વિદ્વજ્જનોમાં હંમેશાં તેઓ અનુસરણીય રહ્યા છે. જૈન સાહિત્યના સંશોધક ઉપરાંત તેઓ ચાહક પણ હતા. તે જૈન સાહિત્યની અવગણના પર અનેક વાર ચિંતિત હતા. મુનિ જિનવિજયજી, મુનિ પુણ્યવિજયજી, મુનિ જંબુવિજ્યજી જેવા અનેક મુનિઓના સંપર્કમાં તેઓ હતા. અને તેઓ પોતાના નિઃસ્વાર્થ જ્ઞાનદાન દ્વારા અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા હતા. તેમના આ વ્યક્તિત્વનું દર્શન કરીને અને તેમની જ્ઞાનપિપાસાને જાણીને આપણે સૌએ જ્ઞાનરસિક બનવાનું છે. અને અંતમાં સંપૂર્ણ જ્ઞાનના ધણી થઈએ તેવી આશા છે. જ્ઞાન વડુ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત, જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત. ૫૩૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy