SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ મજા તો એ કે એમાં વગર ભયે ભણાય અને વગર શીખવ્ય શીખતા જવાય. પ્રયોગ જોતા જઈએ અને પોતાની મેળે પાઠ શીખતા જઈએ. પરીક્ષાબરીક્ષા નહીં. વરસ વધે તેમ આપોઆપ ઉપલી પાયરીએ ચઢતા જવાય. તે હિ નો દિવસાન. હરિવલ્લભના ઘદીમા સાચા અર્થમાં ગણેલા હતા. હરિવલ્લભના મતે તેમને ૩૦૦થી ૪૦૦ કહેવતો હૈયે હતી. હરિવલ્લભે નાનપણની રમવાની ઉંમરમાં દરેક દશ્યો પોતાના હૈયામાં કંડારેલા હતા. લોકસાહિત્યના રસના બીજ તેમને આ જીવનમાંથી મળ્યા હતા. દાદીમા ઉપરાંત ભાયાણી એક બીજી વ્યક્તિ – ભાઈના પરિચયમાં આવ્યા. રંભાઈનો અવાજ સુંદર હતો. તેમની પાસેથી હરિવલ્લભને સંગીત શિક્ષણ પ્રાપ્ત થયું. પ્રાચીન સ્તોત્ર વગેરેને ગાવાની ઢબ રંભાઈ પાસેથી જાણી, નારણજી માસ્તર નામના પ્રેમાળ શિક્ષક તેમને મલ્યા. તેમણે હરિવલ્લભનું ભણતર અને ઘડતર બંને કર્યા. બાળપણમાં નવા વાંચનની ટેવને હરિવલ્લભ આત્મસાત કરી. હરિવલ્લભના ઘર પાસે રહેતા મોહનદાસભાઈ સાથે મિત્રતા થવાથી અનેક પુસ્તકો વાંચ્યાં. હરિવલ્લભના મતે “નારણજી માસ્તરે લગાડેલો વાંચનનો સ્વાદ મોહનદાસના સાનિધ્યમાં નાદ બની ગયો.” નાનપણમાં હરિવલ્લભે અરેબિયન નાઇટ્સ. અકબર, અનારકલી વગેરે ચમત્કારયુક્ત પુસ્તકો વાંચ્યાં. તે તેમના માટે રસનો વિષય હતો. ગામની લાઇબ્રેરીમાં મેમ્બરશીપ ફીમાં માફી મેળવીને હરિવલ્લભે તેનો સદુપયોગ કર્યો અને તે સમયગાળા દરમિયાન અનેક સાહિત્યકારોને તેમણે વાંચ્યા. નાનપણમાં અનેક પુસ્તકોનું સાનિધ્ય તેમને પ્રાપ્ત થયું અને તે તેમના માટે અમૃત સમાન બની ગયું. મેટ્રિક થયા પછી સંસ્કૃત ભાષા રાખવા માટે મિત્રનું પ્રોત્સાહન મળ્યું અને જુદાજુદા શિક્ષકો પાસે અભ્યાસ કર્યો અને એક વાર તેમણે જૈન યતિ પાસે દશકુમાર ચરિત વાંચ્યું અને પરીક્ષામાં પણ એમાંથી જ પૂછાયું અને સારા ગુણ આવ્યા અને શિષ્યવૃત્તિ મળી. કોલેજના મિત્રોના વાદે તેમણે માનવવિદ્યા છોડીને વિજ્ઞાન વિષય રાખ્યો. ઈ. સ. ૧૯૯૮માં નાપાસ થયા. શિષ્યવૃત્તિ બંધ થઈ. ખર્ચ પૂરો કરવા માટે સંબંધીની મદદ લીધી. બીજા વર્ષે માનવવિદ્યા વિષય તરીકે રાખ્યો. અને સુંદર અભ્યાસ સાથે ઈ.સ. ૧૯૩૯માં હરિવલ્લભ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. આગળ અભ્યાસ માટે ભાવનગરથી મુંબઈ ગયા. જુદીજુદી શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી મેળવવા આંટા માર્યા. એક મિત્રની સલાહથી કનૈયાલાલ મુજીને મળ્યા. પરિસ્થિતિ જણાવી અને કનૈયાલાલ મુન્શીએ તેમનો ભાર હળવો કર્યો. સ્કોલરશીપ સાથે ભારતીય વિદ્યાભવનમાં નોકરી મળી. રહેવા-જમવાની પણ સગવડ થઈ ગઈ. વિદ્યાભવનમાં રહીને સંસ્કૃત, પ્રાકૃત, વેદાંત વગેરેનો અભ્યાસ કર્યો. સૌથી મોટો ફાયદો એ હતો કે ત્યાં મુનિ જિનવિજયજી હતા. તેમના માર્ગદર્શન હેઠળ ૧૯૪૧માં M.A.માં પ્રથમ આવ્યા. ત્યાર બાદ મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું. વિષય હતો મહાકવિ સ્વયંભૂરચિત પ૩૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy