SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવના • મંજુ આર. શાહ જિન ધર્મદર્શનના અભ્યાસી શ્રી મંજુબહેને પ્રસ્તુત લેખમાં પૂ. આચાર્યશ્રીના જીવન અને સાહિત્યનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. – સં.] હજારો, વાવ, લાખો આત્માઓના વૈચારિક પરિવર્તનમાં, હૃદય પરિવર્તનમાં અને જીવન પરિવર્તનમાં જેમનું જીવન, કવન અને સાહિત્ય સર્જને અમૂલ્ય ફાળો આપ્યો છે એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદવિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે પચ્ચીસ વર્ષની ભરયુવાન વયે, C.A.ની ઉચ્ચત્તમ ડિગ્રી, બુદ્ધિની તીક્ષ્ણ શક્તિ, કવિત્વની, વસ્તૃત્વની શક્તિઓ છતાં સંયમનો માર્ગ અપનાવ્યો. સ્તવનોમાં રાગ જોરદાર તો પ્રવચનમાં વૈરાગ્ય જોરદાર. તપશ્ચર્યા તીવ્ર, નિદ્રા તો અલ્પ, ચંદ્રની ચાંદનીમાં અધ્યાપન, પ્રમાદ સ્થાનો સાથે તોડજોડ નહીં. દષ્ટિમાં નિર્મળતા, આત્મામાં પવિત્રતા, હૈયામાં શાસન પ્રત્યેનો પ્રેમ, કાંડામાં કલમની જોરદાર તાકાત, વાણીમાં વૈરાગ્યની વાતો, તો યુવાધનને સન્માર્ગે વાળવાની તાકાત, આત્માના પ્રદેશ-પ્રદેશે પાપથી દૂર જ રહેવાની વૃત્તિ, શિષ્યોને લોકસંપર્કથી દૂર કરી દઈને શ્લોકસંપર્કમાં ઓતપ્રોત કરી દેવાની વૃત્તિ. મુનિશ્રી ભાનુવિજયજીમાં પૂજ્ય ગુરુદેવે શાસન સેવાની અગાધ શક્તિ નિહાળી હતી. ઉચ્ચ કોટીનો અભ્યાસ કરેલા આ ગીતાર્થે અપ્રમતપણે સંયમની સાધના કરતાં-કરતાં વર્ધમાન તપની ઉગ્રતપસ્યાઓ સાથે જ્ઞાનયોગથી શાસન સેવામાં સમગ્ર જીવનને સમર્પિત કરી દીધું. પૂજ્યશ્રીના તપના તેજમાં, જ્ઞાનના પ્રકાશમાં મોહમયી મુંબઈગરા અવશપણે ખેંચાઈ ગયા, કથાપ્રવાહમાં તણાઈ ગયા. હજારો-લાખો યુવાનોના જીવનને વ્યસનોની ચુંગાલમાંથી છોડાવીને સન્માર્ગે વાળનાર પથદર્શક બની યુવાધનને વાસનાના ઉકરડામાંથી ઉપવનમાં પહોંચાડનાર આપ છો. આપના ગુરુના આશીર્વાદના બળે, યુવાવર્ગની નાડ પારખીને તેમને ઉચિત માર્ગે વાળીને આપે જિનશાસનની રક્ષા કરી છે. અકળપણે, સકળપણે અને સફળપણે ગહન વિષયને સરળ બનાવીને શ્રોતાઓને ગળે ઉતારી દેતા અનોખા પ્રવચનકાર હતા. ન્યાયનો વિષય કે પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન * ૫૦૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy