SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી પ્રાચીન બ્રાહ્મી અથવા વર્તમાન દેવનાગરી, ગુજરાતી આદિ લિપિઓનો વિકાસ કેમ થયો અને એમાંથી કમેક્રમે આજની આપણી લિપિઓનાં વિવિધ રૂપો કેમ સર્જાયાં એ જાણવા વિશે જુદાજુદા પ્રદેશોના લેખકોને હાથે સૈકાવાર જુદાજુદા મરોડ અને આકારપ્રકારમાં લખાયેલી પ્રતિઓ ઘણી જ ઉપયોગી છે. સાહિત્યસંશોધન અને જ્ઞાનભંડારોનું અવલોકન તેઓશ્રીએ તથા તેમના ગુરુ અને દાદાગુરુની છત્રછાયામાં તેઓની સત્તર વર્ષની આયુથી કરેલ. તેમના વ્યાપક ગ્રંથસંશોધન અંગે જ્ઞાનભંડારોના અવલોકનના પરિણામે તેઓની ફુરણાના અંશો તેઓશ્રીના વ્યાખ્યાનો અને વિશિષ્ટ લેખોમાં ઉપલબ્ધ છે. - પૂજ્યશ્રીની અજોડ વિદ્વત્તા તથા અનેકવિધ શાસનસેવાનાં કાર્યોથી તેઓશ્રીનું નામ જૈન શાસનના ગગનમાં સદાય ચમકતું અને પ્રકાશનું રહેશે. ફરીફરી જૈન શાસનમાં આવાં ધર્મવીરોની ઉત્પત્તિ થાઓ. એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી સંપાદિત ગ્રંથો ૧. મુનિ રામચંદ્રકૃત કૌમુદીમિત્રાનંદ નાટક ઈ.સ. ૧૯૧૭ ૨. મુનિ રામભટ્ટકૃત પ્રબુદ્ધ રૌહિણેય નાટક ૧૯૧૮ ૩. શ્રીમન્મેઘપ્રભાચાર્ય વિરચિત ધર્માલ્યુદય (છાયાનાટક) ૧૯૧૮ *૪. ગુરુતત્ત્વવિનિશ્ચય ૧૯૨૫ ૫. ઉપાધ્યાય યશોવિજયજીકૃત ઐન્દ્રસ્તુતિ ચતુર્વિશતિકા ૧૯૨૮ *૬. વાચક સંઘદાસગણિવિરચિત વસુદેવ-હિલ્ડિ ૧૯૩૩૧ *૭. કર્મગ્રંથ (ભાગ ૧-૨). ૧૯૩૪-૪૦ *૮. બૃહકલ્પસૂત્ર – નિયુક્તિ ભાષ્યવૃત્તિયુક્ત (ભાગ ૧-૬) ૧૯૩૩-૩૮ તથા ૧૯૪૨ ૯. ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા ૧૯૩૫ ૧૦. પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત જતકલ્પસૂત્ર સ્વપજ્ઞભાષ્ય સહિત ૧૯૩૮ ૧૧. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યપ્રણીત સકલાર્તસ્તોત્ર શ્રી કન શલગણિ વિરચિત વૃત્તિયુક્ત ૧૯૪૨ ૧૨. શ્રી દેવભદ્રસૂરિકત કયારત્નકોશ ૧૯૪૪ ૧૩. શ્રી ઉદયપ્રભસૂરિકત ધર્માલ્યુદય મહાકાવ્ય ૧૯૪૯ ૧૪. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રણિત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર – મહાકાવ્ય પર્વ ૨, ૩, ૪) ૧૯૫૦ ૧૫. જેસલમેરની ચિત્રસમૃદ્ધિ ૧૯૫૧ ૧૬. કલ્પસૂત્ર – નિર્યુક્તિ, ચૂર્ણિ, ટિપ્પણ, ગુર્જર અનુવાદ સહિત ૧૯પર ૪૮૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy