SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ તેર વર્ષના જીવનકાળમાં પચાસથીય વધુ વર્ષ શ્રી પુણ્યવિજયજી મ. સાહેબે કૃતની સેવામાં સમર્પી દીધા હતા. સંગ્રહણી જેવા કષ્ટદાયક રોગથી, ઘણા લાંબા સમય સુધી, પરેશાન રહેવા છતાં એમણે અપ્રમત્તપણે શાસ્ત્રજ્ઞાનની ઉપાસના કરી હતી. સન ૧૯૧૭માંૌમુદીમિત્રાનંદ નાટકમ્ સંપાદન – પ્રકાશનથી આરંભાયેલું એમનું જ્ઞાનકાર્ય સન ૧૯૭૧માં પ્રગટ થયેલા પન્નવણાસુત્ત (ભાગ બીજો) સુધી પથરાયેલું છે. એક માહિતી મુજબ મુનિશ્રીએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનાં જુદાંજુદાં ચાલીસ ગામોના જૈન ભંડારોને વ્યધ્વસ્થિત કરવાનું તથા પચાસ જેટલા ભંડારોમાં બેસીને સંશોધન કરવાનું કામ કર્યું હતું. તેમણે લગભગ ત્રણ હજાર તાડપત્રીય જ્ઞાનગ્રંથો તથા બે લાખથી વધુ કાગળ પર લખેલા જ્ઞાનગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. આવા એક જ્ઞાનતપસ્વી તેમ જ જ્ઞાનગરિમાથી શોભતા, સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના અસામાન્ય પ્રકારના વિદ્વાન, લિપિવિદ્યાના ઉચ્ચ કોટિના જ્ઞાતાએ મુંબઈમાં વિ.સં. ૨૦૨૭ જેઠ વદ ૬, તા. ૧૪-૬-૭૧, સોમવારે આ લોકથી વિદાય લીધી. તેઓશ્રીની ઉત્કટ જ્ઞાનભક્તિની અમરકથા જૈન અધ્યાત્મજગતમાં હંમેશાં ગુંજતી રહેશે ! ભાવભરી વંદના હોજો જૈન શાસનના ગુરુવર્યને.. તેઓશ્રીના હાથે અનેક શાસ્ત્રીઓ અને સંશોધકો ઘડાયા છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા, શ્રી જગદીશચંદ્ર જૈન, મૂર્તિશાસ્ત્રના અભ્યાસી શ્રી શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય તેમના શિષ્યો રહ્યા. ડૉ. બેંડર, ડૉ. આલ્સડોર્ફ, શ્રી મધુસૂદન મોદી, પ્રો. કાન્તિલાલ વ્યાસ, શ્રી જિતેન્દ્ર જેટલી ઈત્યાદિ વિદ્વાનો પણ પોતાના સંપાદન - સંશોધનકાર્યમાં તેમની પાસેથી સમયે સમયે કીમતી માર્ગદર્શન પામતા રહ્યા. મુનિશ્રી લિપિશાસ્ત્રમાં નાગરી લિપિના અસાધારણ જ્ઞાતા હતા. લિપિ ઉપરથી તેઓ હસ્તપ્રત કઈ શતાબ્દીમાં લખાઈ છે તેનો ચોક્કસ નિર્ણય લઈ શકતા. તેમજ પોતે જે લિપિનો એકવાર પરિચય કરતા તે અણિશુદ્ધપણે લખી પણ શકતા. તેઓશ્રીની આ અને આવી વિરલ શક્તિઓ હેરત પમાડનાર છે. તેઓશ્રીની જ્ઞાનસાધનાના પરિપાકરૂપે પ્રાપ્ય જાણકારી તેઓશ્રીનાં લખાણમાંથી મળે છે, જ્ઞાનભંડારોની સમૃદ્ધિ વિશે જણાવતાં તેઓશ્રીએ નીચેની રસપ્રદ માહિતી રજૂ કરેલ. તેના થોડા અંશો. આપણા જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓનું જે જૈનજૈનેતર વિપુલ સાહિત્ય વિદ્યમાન છે તેમાં આપણી પ્રાચીન ભાષાઓના કોશોને સમૃદ્ધ કરવાને લગતી ઘણી જ પર્યાપ્ત સામગ્રી છે. પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી - દિલ્હી તરફથી પ્રસિદ્ધ થયેલ સંવની નામનો ગ્રંથ, એના પરિશિષ્ટો અને પ્રસ્તાવનાઓ જોવા ભલામણ છે. આ ગ્રંથમાં પ્રાકૃત અને સંસ્કૃત કોશોને સમૃદ્ધ બનાવવા માટેની ઘણી સામગ્રી છે. આચાર્યશ્રી શ્રી હરિભદ્રસૂરિત મહિ, સાધારણકવિકૃત ૪૮૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy