SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથભંડારોને નામશેષ થતા બચાવી લીધા હતા. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી, જે કષ્ટ સાધ્યા, વિહારો કર્યા તે તપસાધના શ્રુતરક્ષાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે. મુનિશ્રી પુણ્યવિજયજીએ જેને સાહિત્યને ગૌરવાંક્તિ બનાવવા પૂરતું જ લક્ષ્ય ન રાખતાં એમણે સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી અને ઉલ્લાઘરાઘવ નાટક જેવી અજેન કૃતિઓનું પણ સંપાદન કર્યું છે. સંપાદનોની જેમ એમના લેખો પણ વિવિધલક્ષી છે. એમના ૪૧ લેખો ગુજરાતીમાં, ૧૩ લેખો હિંદીમાં અને ૩ સંસ્કૃતમાં છે. ગુજરાતી લેખો પૈકી ‘આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધનો’ એ વિષયના અભ્યાસીઓને માટે આકર્ષક છે. સ્તુતિ, સ્તોત્રોના ઐતિહાસિક મૂલ્યાંકન અંગે એમનો સ્તુતિસ્તોત્રાદિ સાહિત્યમાં ક્રમિક પરિવર્તન' નામક લેખ ઉપયોગી થઈ પડે તેમ છે. હિંદી લેખોમાં “જૈન આગમધર ઔર પાકત વામય' તેમ જ “નંદિસૂત્રકે પ્રણેતા તથા ચૂર્ણિકાર જૈન આગમધરો અને પ્રાકૃત સાહિત્ય ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડે છે. આમાંના પ્રથમ લેખમાં એમણે આર્ય રક્ષિતસૂરિને અનુયોગદ્વારના પ્રણેતા કહ્યા છે તે વિચારણીય છે. સ્થાને અસ્થાને પંચાગી'નો પોકાર કરનારને જૈન સાધુ સંમેલન અને પંચાંગી આધારે પ્રશ્નનો નિર્ણય (!)' નામનો લેખ પ્રસાદી પૂરી પાડે છે. જ્ઞાનતપસ્વી મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ શ્રુતભક્તિ અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની સખાવતથી “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના વિ.સં. ૨૦૧૩ના વિજયાદશમીને શુભ દિવસે થઈ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો મૂલ્યવાન ગ્રંથોનો અમુલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો. જ્ઞાનોદ્ધારક સાધુપુગંવોની ત્રણ પેઢીનો હસ્તપ્રતસંગ્રહ, જેમાં અનેક મહત્ત્વની પ્રતો સંઘરવામાં આવી હતી તે આ વિદ્યામંદિરને સોંપી દેવામાં તેમણે જે ઉદારતા દાખવી છે તે માત્ર અનુકરણીય જ નહિ પણ તેમની નિર્મલ અપરિગ્રહવૃત્તિ જ દાખવે એવી છે. લા. દ. વિદ્યામંદિરના નવા મકાનનું ઉદ્ઘાટન શ્રી જવાહરલાલ નહેરુના હાથે થવાનું હતું. પૂજ્યશ્રીએ સોંપેલ જૈન ભંડારની અને પ્રાચીન લેખનકળાની સામગ્રીનું પ્રદર્શન તે પ્રસંગે ગોઠવવામાં આવ્યું હતું. માત્ર પાંચ જ મિનિટ એ પ્રદર્શનના નિરીક્ષણ માટે શ્રી નહેરુના કાર્યક્રમમાં હતી પણ એ સામગ્રીની સમજ લેવામાં પૂજ્યશ્રી સાથે પ્રદર્શનમાં અડધો કલાક ગાળ્યો. આવી મહત્ત્વની સામગ્રી તેમણે વિદ્યામંદિરને સોંપી છે. સચિત્ર હસ્તપ્રતોનો અમૂલ્ય વારસો તેમણે આ સંસ્થાને સોંપ્યો છે. ગુજરાતના ગૌરવસમી આ સંસ્થા જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું યાત્રાધામ બની રહેલ છે. પ્રાચીન ગ્રંથો અને જ્ઞાનભંડારની સૂચિઓને લીધે દેશ-વિદેશમાં આ સંસ્થા વિશેષ નામાંકિત થઈ છે. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૮૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy