SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું. જુદાજુદા જ્ઞાનભંડારોની અવ્યવસ્થામાં વ્યવસ્થા લાવવાના પ્રયત્ન રૂપે, અત્યંત પરિશ્રમ ઉઠાવી ભંડારોનાં સુદીર્ઘ સૂચિપત્રો જાતે જ તૈયાર કર્યા. અંતે એમના પ્રયાસથી પાટણમાં હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. દીક્ષાનાં શરૂઆતનાં વર્ષોમાં પંડિત સુખલાલજી તથા અન્ય શિક્ષકો પાસેથી ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. જેમાં સંસ્કૃત માર્ગોપદેશિકા, “સિદ્ધહેમ લઘુવૃત્તિ', હેમલઘુપ્રક્રિયા', “ચંદ્રપ્રભા વ્યાકરણ’, ‘હિતોપદેશ', ‘દશકુમારચરિત' વગેરે શાસ્ત્રો અને ગ્રંથોનું પરિશીલન કર્યું. કાવ્યાનુશાસન, તિલકમંજરી', “તર્ક સંગ્રહ' તેમ જ છંદોનુશાસન જેવા પ્રશિષ્ટ અભ્યાસગ્રંથોનું વિગતે પરિશીલન કર્યું. આ બધા અભ્યાસે એમના જ્ઞાનની ક્ષિતિજો અને દૃષ્ટિકોણોનો અદ્ભુત વિકાસ કર્યો. એમના આ અભ્યાસકાળમાં આપણને એક સત્ત્વનિષ્ઠ અને સત્યનિષ્ઠ જ્ઞાનસાધકનાં દર્શન થાય છે. એક સાચા વિદ્યાર્થીને છાજે તેવી ઉત્કટ જિજ્ઞાસા, ઉચ્ચ બુદ્ધિમત્તા, જ્ઞાનોપાસના અને શ્રમસાધના અને ઉદાહરણીય વિનમ્રતાનાં મુનિશ્રીજીમાં જે દર્શન થાય છે તે અદ્દભુત પ્રેરણાબળ આપનારાં છે. કોઈ વિષયનો એકધારો સળંગ અભ્યાસ કે પછી અમુક વર્ષો સુધી એકાગ્ર બની અભ્યાસ કર્યા પછી પ્રાચીન પ્રતો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોના સંશોધનનું કાર્ય શરૂ થયું હોય તેવું તેમના જીવનમાં બન્યું ન હતું. વિદ્યાભ્યાસની સાથે શાસ્ત્ર-સંશોધનની પ્રવૃત્તિ પણ ચાલતી જ રહી. સંશોધન અને કેળવણી અન્યોન્ય પૂરક બન્યાં હતાં. | મુનિશ્રીજીની સંશોધન પ્રવૃત્તિનો આરંભ મુનિ રામચંદ્રરચિત સંસ્કૃત કૌમુદી - મિત્રાનંદનાટકનું ઈ. ૧૯૧૭માં સંપાદન કર્યું. ત્યારથી ગણી શકાય. ત્યાર પછી ૧૩મી સદીમાં થયેલા મુનિ રામભદ્રના પ્રબુદ્ધ રૌહિણેય’ નાટકનું સંપાદન કર્યું. એ જ અરસામાં આચાર્ય મેઘપ્રભુનું ધમલ્યુદય – છાયા’ નાટક સંપાદિત કર્યું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “ઐન્દ્રસ્તુતિ – ચતુર્વિશતિકાનું સંપાદન એમણે ઈ. ૧૯૨૮માં કર્યું. સંપાદક તરીકેની એમની ખ્યાતિ મુખ્યત્વે ઈ. ૧૯૩૩થી ૪૨ સુધીમાં પ્રગટ થયેલ “બૃહત્કલ્પસૂત્રના નિર્યુક્તિ અને ટીકા સાથેના છ ભાગ, ‘વસુદેવ હિંડીના બે ભાગ તથા અંગવિજ્જા, “આખ્યાનક મણિકોશ', “કલ્પસૂત્ર', નંદિસૂત્ર' વગેરે પર આધારિત છે. અનેક જ્ઞાનભંડારોની ચીવટપૂર્વક તૈયાર કરેલી ગ્રંથસૂચિઓ એમની અથાક શ્રમશીલતા અને અભુત ધીરજની દ્યોતક છે. જેસલમેરના ગ્રંથભંડારની પ્રવૃત્તિ દાદ માગી લે તેવી છે. જેસલમેરના વિશાળ અને વિકટ ગણાતા ગ્રંથભંડારનું સંશોધન કરવાના અડંગ નિર્ધાર સાથે આશરે ઈ. સ. ૧૯૫૦માં અમદાવાદથી રેલવેના પાટે પાટે પદયાત્રા આરંભી, હો ફાટતાં પહેલાનાં અંધારામાં ચાલતાં ચાલતાં તેઓ પંદરથી સત્તર ફૂટ ઊંડા એક ગરનાળામાં પછડાયા ! પરંતુ દેવીકૃપાએ આબાદ રીતે ઊગરી ગયા અને ઊભા થઈને ફરી તેર માઈલનો પગપાળા પ્રવાસ કાપ્યો. ૪૮૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy