SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મેતશિખરની યાત્રા માટેની ખાસ રેલવે દ્વારા જ્યારે તેઓ કલકત્તા પહોંચ્યા ત્યારે જૈનસંઘે તેમના સન્માનમાં માનપત્ર આપ્યું. દક્ષિણના નેપાની ગામમાં યોજાયેલ પ્રથમ શ્વેતામ્બર જૈન સંમેલન અને ધારવાડમાં યોજાયેલ દિગમ્બર સંપ્રદાય અધિવેશનમાં તેઓ અધ્યક્ષ બન્યા. સન્ ૧૯૨૨-૨૩માં પૂનામાં ‘જૈન શિક્ષણ સંઘ' નામની સંસ્થા સ્થાપી અને તેના દ્વારા કુમાર વિદ્યાલય ચલાવવાનું શરૂ કર્યું. પૂનામાંથી પ્રકાશિત થતાં જૈન જાગૃતિ' પત્રિકાનું હિંદી અને ગુજરાતીમાં સંપાદન કર્યું. સન્ ૧૯૨૪-૨૫માં તેમણે પોતાનું મુખ્ય કાર્યક્ષેત્ર અમદાવાદ બનાવી લીધું. પૂનામાં શરૂ કરેલ જૈન સાહિત્ય સંશોધક' પત્રિકા અને ગ્રંથમાળાના પ્રકાશનની વ્યવસ્થા તેમણે અમદાવાદમાં જ કરી લીધી. સન્ ૧૯૨૫માં જૈન વિદ્યા અને પ્રાકૃત ગ્રંથોના ક્ષેત્રે અવિસ્મરણીય પ્રદાન કરનાર ‘કલ્પસૂત્ર’ પર જર્મન ભાષામાં મહાનિબંધ લખનાર અને જૈન હસ્તપ્રતો વિશે વિવરણાત્મક કેટલોગ તૈયા૨ ક૨ના૨ પ્રો. શૂલિંગ ‘ગુજરાત પુરાતત્ત્વ મંદિર’ની સાહિત્યિક ગતિવિધિઓનો પરિચય મેળવવા, ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદની મુલાકાતે આવ્યા. તે સમયે તેઓ મુનિશ્રીના અતિથિ તરીકે રહ્યા અને તેમણે મુનિશ્રીને જર્મનીની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું. મુનિશ્રીના વિદ્યાવ્યાસંગે તેમને જર્મન ભાષા શીખવા અને જર્મન વિદ્વાનો સાથે પરિચય કરવા પ્રોત્સાહિત કર્યાં. ગાંધીજીએ પણ તેમની જર્મની જવાની ઇચ્છાને અનુમોદન આપ્યું. મુનિશ્રી સન્ ૧૯૨૮માં જર્મની ગયા અને ત્યાં દોઢ વર્ષ જેટલું રોકાયા. જર્મનીના હૈમ્બર્ગ શહેર પહોંચી તેઓ ડૉ. યાકોબી, પ્રો. શૂલિંગને મળ્યા. પ્રો. શુક્વિંગની સાથે સૈમ્બર્ગ યુનિવર્સિટીમાં લેખન-વાંચનનું કાર્ય કર્યું. ત્યાંથી તેઓ બર્લિન ગયા અને ત્યાં તેમને પ્રસિદ્ધ વિદ્વાન પ્રો. ડ્યૂર્ડ્સ સાથે પરિચય થયો. જર્મનીમાં વસતા હિંદુસ્તાનીઓના એકઠા થવા માટે કોઈ સ્થળ ન હોવાથી બર્લિનમાં સન્ ૧૯૨૯માં મુનિશ્રીએ ‘હિંદુસ્તાન હાઉસ' નામની સંસ્થાની સ્થાપના કરી. ભારતીય સંસ્કૃતિ તેમ જ રાજનીતિક પ્રવૃત્તિઓને સંગઠિત કરવા તેમ જ ભારત-જર્મન મિત્રતા વધારવા તેમણે ઇન્ડો-જર્મન સેન્ટર' નામની એક સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના કરી. ભારતમાં આઝાદીના અહિંસક યુદ્ધ માટેની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હતી. ગાંધીજી સાથે તે બાબતે વિચાર-વિમર્શ કરવા તેઓ સન્ ૧૯૨૯ના અંતમાં ભારત પાછા ફર્યાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને મળી, તેમને જર્મનીની દરેક વાતો જણાવી. ત્યાર બાદ મહાદેવભાઈ દેસાઈની પ્રેરણાથી તેઓએ લાહોરમાં કૉંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો. આ બાજુ ગાંધીજીની વિશ્વવિખ્યાત દાંડીકૂચ દ્વારા મીઠાનો સત્યાગ્રહ શરૂ થયો. સત્યાગ્રહમાં મુનિશ્રી પણ જોડાયા. મુનિશ્રી સત્યાગ્રહના પરિણામે જેલમાં ગયા. જેલમાં તેમને મનાલાલ બજાજ, શ્રી કે. નરીમાન અને શ્રી ક. મા. મુનશીને મળવાનું થયું. તેમની વચ્ચે વિદ્યાવિષયક પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી + ૪૬૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy