SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ખાસ પુસ્તકો કંઠસ્થ કરી લીધાં. આ સ્થાનકવાસી દીક્ષા લઈને તેઓ છએક વર્ષ સુધી પૂરી એકાગ્રતાથી જ્ઞાનસાધના અને જીવનસાધના કરતા રહ્યા. આ સાધના દ્વારા પોતે કંઈક પામ્યા છે એવો સંતોષ પણ એમને થયો. તેમની જ્ઞાન માટેની જિજ્ઞાસાનો વેગ વિશેષ હતો. પછી જ્યારે એમને લાગ્યું કે હવે અહીં નવું ઉપાર્જન થઈ શકે તેમ નથી અને આ જ ચીલામાં ચાલતા રહેવાથી જીવનનો વિકાસ રૂંધાઈ જશે, એટલે તેમણે સ્થાનકવાસી દીક્ષાનો ત્યાગ કર્યો. ત્યાર બાદ તેમણે રતલામ અને તેની આજુબાજુના ગામોમાં વસવાટ કર્યો. અત્યાર સુધી જે કાંઈ જ્ઞાન મળ્યું હતું, તેથી તેમની જિજ્ઞાસા વિશેષ સતેજ થઈ હતી. ત્યાર બાદ તેઓ વિશેષ વિદ્યોપાર્જન માટે ટ્રેન દ્વારા ગુજરાતમાં અમદાવાદ આવી પહોંચ્યા, પરંતુ અમદાવાદમાં તે શક્ય ન બન્યું. આથી તેઓ પાલનપુર, રતલામ, પાલી વગેરે સ્થાનોમાં ફર્યા. પાલીમાં તેઓનો પરિચય શ્રી સુંદરવિજયજી' નામના શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ સાથે થયો. તેમણે તેમની પાસે વિ.સં. ૧૯૬૬માં ૨૨ વર્ષની યુવાન વયે શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાની દિક્ષા અંગીકાર કરી અને મુનિ જિનવિજયજી” નામ ધારણ કર્યું. તેઓને વિહાર કરતા પંજાબ જવાનું થયું. ત્યારબાદ સોજત વગેરે મારવાડના નગરોમાં વિહાર કરતાં વિ.સં. ૧૯૬૬નું ચાતુર્માસ બાવરમાં કર્યું. બાવરમાં તેમનો પરિચય પ્રસિદ્ધ જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ સાથે થયો. તેમની સાથે બે-ત્રણ પંડિતો પણ હતા. તેમની સાથે જ્ઞાનસંબંધી અનેક ચર્ચાઓ મુનિશ્રી જિનવિજયજી કરતા રહ્યા. વિહાર કરતાં કરતાં તેઓને ગુજરાત આવવાનું થયું. રાધનપુર નિવાસી એક ધનિક શેઠે શ્રી વિજયવલ્લભસૂરિની નિશ્રામાં શત્રુંજય મહાતીર્થની યાત્રાના એક સંઘનું આયોજન કર્યું. શ્રી જિનવિજયજી તેમાં જોડાયા અને શત્રુંજયની યાત્રા બાદ પોતાની જ્ઞાન-પિપાસા સંતોષવા, શ્રી વિજયવલ્લભસૂરિ અને તેમના સમુદાય સાથે વિહારમાં જોડાયા. તેમના અધ્યયનનો ક્રમ વિસ્તીર્ણ થતો ગયો અને ઇતિહાસ શોધ સંબંધી તેમની રુચિ પરિપક્વ થતી ગઈ. ‘વિરભૂમિ રાજસ્થાનના અધ્યયનથી રાજસ્થાન તથા મેવાડના ભૂતકાળ તરફ તેમનું આકર્ષણ વધ્યું. તેઓ તેમની સાથે વિહાર કરતાં-કરતાં ભાવનગર, ખંભાત થઈને વડોદરા આવ્યા. વિ. સં. ૧૯૬૭નું ચાતુર્માસ વડોદરામાં કર્યું. ત્યાર બાદ તેઓ વડોદરાથી નીકળી કાવી, ગંધારની યાત્રામાં (સંઘમાં જોડાયા. ત્યાર બાદ ભરૂચ થઈને તેઓ સુરત આવ્યા. ત્યાં તેમનો પરિચય વયોવૃદ્ધ જૈન મુનિ શ્રી કાંતિવિજયજી, તેમના શિષ્ય શ્રી ચતુરવિજયજી તથા પ્રશિષ્ય શ્રી પુણ્યવિજયજી સાથે થયો. વિ.સં. ૧૯૬૮નું ચાતુર્માસ તેમની સાથે સુરતમાં જ કર્યું. દીક્ષા બાદ તેમણે ગુજરાતીમાં લેખો લખવાની શરૂઆત કરી. આ લેખો ગુજરાતી જૈન-હિતૈષી તથા મુંબઈ સમાચારમાં છપાયા હતા. વડોદરાના પોતાના નિવાસ દરમિયાન મુનિશ્રીએ ‘કુમારપાળ પ્રતિબોધ' નામનો બૃહદ્કાય પ્રાકૃત ગ્રંથ ૪૬૬ કે ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો.
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy