SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ વાદોનું વર્ણન કરવામાં આવ્યું છે. “સૂયગડાંગ સૂત્રના પહેલા અધ્યયનની પાંચ ગાથાઓના આધારે આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આ પુસ્તક લખવામાં તેમણે લગભગ ચારસો જેટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. આ ગ્રંથમાં વૈદિક સૃષ્ટિના ૧૯ પ્રકાર તેમ જ પૌરાણિક – ક્રિશ્ચિયન - મુસ્લિમ – પારસી સૃષ્ટિ, દર્શનિક ઉત્તરપક્ષ, વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ, જૈન-જગત લોકવાદ, આધુનિક વિદ્વાનો અને પાશ્ચાત્ય દર્શનિકોના વિચારો વગેરે અનેક પ્રકરણો છે. આ ગ્રંથમાં સૃષ્ટિવાદ અને ઈશ્વરના સંબંધમાં તમામ ચર્ચાવિચારણા કરવામાં આવી છે. હાલમાં આ પુસ્તક પણ અપ્રાપ્ય છે. ૧૪. સાહિત્ય સંશોધનની આવશ્યકતાઃ આ એક નિબંધ છે. પ્રથમ ગુજરાતીમાં ગુરુદેવે લખેલ છે તેનો હિંદી અનુવાદ કવિ અમરચંદજી મહારાજે કરેલ છે. આમાં જૈન સમાજના સાક્ષરોની વિદ્વાનોની) ઉદાસીનતાનું ભયંકર પરિણામ કેટલી હદે આવ્યું છે, અને જૈન ગ્રંથોના શ્લોકોના ઉટપટાંગ અર્થો કરીને જૈન શાસનની કેટલી બધી ભયંકર નિંદા કરવામાં આવી છે તે બતાવ્યું છે. દૃષ્ટાંત આપી તેના ખુલાસા પણ કર્યા છે. આથી જૈન સાહિત્યમાં સંશોધનની કેટલી બધી આવશ્યકતા છે તે આ નિબંધમાં બતાવી છે. મંદિરો તથા ઉપાશ્રયોના જીર્ણોદ્ધારની અપેક્ષાએ સાહિત્યના જીર્ણોદ્ધારની આવશ્યકતા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. આ બધા જ ગ્રંથો ઉપરથી જાણી શકાય છે કે ગુરુદેવે અર્ધમાગધી વ્યાકરણ અને અર્ધમાગધી કોશની રચના કરી ભાષાઓના ઇતિહાસમાં પ્રકાશ પાથર્યો છે. તો સાથેસાથે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક વગેરે ગ્રંથરચના કરી જૈનજૈનેતર આદિ સમસ્ત માનવોને જીવન ઉપયોગી ઉપદેશ રૂપી અમૃત આપ્યું છે. વળી તેમની ઈચ્છા એવી પણ હતી કે નવીન સાહિત્ય એવું તૈયાર કરવું કે જે આબાલવૃદ્ધ સૌ કોઈને ઉપયોગી થાય, અને માત્ર એક કે બે ભાષામાં નહિ પણ વિશ્વની તમામ ભાષામાં તે સાહિત્ય પ્રકટ કરવું જોઈએ અને તેનો વ્યવસ્થિત પ્રચાર કરવો જોઈએ. આજના યુવક વર્ગને આધ્યાત્મિક દૃષ્ટિ તરફ વાળવાના હેતુપૂર્વક ધર્મસાહિત્ય લખવાનો તેમનો મનોભાવ હતો પરંતુ તે પાર પાડતા પહેલાં જ સ્વર્ગવાસી બની ગયા. અંતે એટલું જ કહીશ, જેમનું લક્ષ્ય સુમેરુ પર્વત કરતાં પણ ઉન્નત હતું, જેમનું મન સમુદ્ર જેવું ગંભીર હતું, જેમની વાણી પ્રેમામૃત વરસાવનારી અને હિતકારિણી હતી, જેમની દૃષ્ટિ દિશાઓના અંત સુધી પહોંચેલી હતી, એવા પૂજ્ય ગુરુદેવ અક્ષરદેહથી આજે પણ અજરઅમર છે.’ ઉપસંહાર : શ્રી રત્નચંદ્રજી મહારાજે વૈરાગ્યપૂર્વક નાની ઉમરે દીક્ષા લઈ સાધુજીવન વિધાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી + ૪૬૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy