SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ આ મહામાનવ બિરાજ્યા છે. અનેક પદવીઓથી વિભૂષિત આ નેત્ર-જ્યોતવિહીન વ્યક્તિ સમગ્ર ભારતની એક જ્ઞાન-જ્યોત બની રહી. ઉપાધ્યાય યશોવિજયજી કૃત ‘જ્ઞાનસાર’નું ભાષાંતર શરૂ કર્યું. લખેલું વંચાવે અને ન ગમે તો તે લખાણ ગંગા નદીમાં પધરાવી દે. પૂરો સંતોષ થાય પછી જ લખાણ સાચવે. સંવત ૧૯૬૪ના પ્રારંભથી અલંકારશાસ્ત્રની ભૂમિકા સમજવા તેમણે ‘સાહિત્યદર્પણ’નો અભ્યાસ કર્યો. કાશીનિવાસ દરમિયાન વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય અને કોશના અભ્યાસથી આગળના અધ્યયનની ભૂમિકા બાંધી લીધી. કાશીની યશોવિજ્યજી પાઠશાળા છોડ્યા પછી સુખલાલે મિત્ર વ્રજલાલ સાથે ભદૈની ઘાટ ઉપરની ધર્મશાળામાં રહેવાનું રાખ્યું. બંને મિત્રોના સહિયારા પ્રયત્નથી તેઓએ વેદાંત અને ન્યાયનો અભ્યાસ કર્યો. થોડા સમય પછી તેમને શ્રી બાલકૃષ્ણ મિશ્ર અને વ્યાકરણ શિક્ષક શ્રી તિવારીજીનો સાથ મળ્યો. હવે પંડિતો સાથેનો પિરચય વધતો ગયો. વામાચરણ ભટ્ટાચાર્ય પંડિત પાસે તત્ત્વચિંતામણિ ગ્રંથ' માથુરી ટીકા સાથે ભણ્યા. પંડિત ચંદ્રશેખરના આમંત્રણથી મિથિલા જઈને સુખલાલે અનેક શાસ્ત્રીય ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ સુખલાલજીના અધ્યાપક જીવનની શરૂઆત થઈ. પાલણપુર, મહેસાણા, વિરમગામ, પાટણ, વડોદરા, પૂના, આગ્રા, ગૂજરાત વિદ્યાપીઠ અને બનારસમાં અધ્યાપક તરીકે તેઓએ કામ કર્યું. સાથેસાથે અધ્યયન પણ કરતા જ રહ્યા. બનારસ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આનંદશંકર ધ્રુવની ઇચ્છાથી તે યુનિવર્સિટીના જૈન દર્શનના અધ્યાપક તરીકે અગિયાર વર્ષ કામ કર્યું. એકાદ વર્ષ મુંબઈમાં ક. મા. મુનશી પાસે ભારતીય વિદ્યાભવનમાં પણ કામ કર્યું. અધ્યાપક જીવન દરમિયાન તેઓ જૈન મુનિ શ્રી કાન્તિવિજ્યજી, ચતુરવિજ્યજી અને પુણ્યવિજ્યજીના સંપર્કમાં આવ્યા. જૈન શાસ્ત્રીય ગ્રંથોના હિંદી ભાષાંતર પ્રકાશિત કરવાની યોજના તેઓએ તૈયાર કરી. ગ્રંથોના સંપાદનમાં શાસ્ત્રીય દૃષ્ટિબિંદુઓ સાથે જ વિશાળ ટીકાઓ લખી ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસનું નવું પરિમાણ ઉમેરી નવી પ્રણાલિકા ઊભી કરી. આ માટે તેઓએ આગ્રા જઈને હિંદી ભાષામાં શુદ્ધ આલેખન કરવા કામતાપ્રસાદ ગુરુ, અને રામલાલજીના વ્યાકરણ ગ્રંથોનો અભ્યાસ કર્યો. આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીના ‘રઘુવંશ’ અને માઘ આદિના અનુવાદોનો ભાષાની દૃષ્ટિએ અભ્યાસ કર્યો. ‘જ્ઞાનસાર’ના અષ્ટકોનો ભાવાનુવાદ અને જૈન કર્મગ્રંથોના અનુવાદ અને હિંદી વિવેચનો લખ્યા. ‘પંચપ્રતિક્રમણ' વિવેચન સાથે પ્રસિદ્ધ કર્યું. ત્યાર બાદ નાના-મોટા સાત સંસ્કૃત ગ્રંથોના અનુવાદ-વિવેચન સાથે પ્રસિદ્ધ કર્યાં. ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પછી પંડિત સુખલાલજીએ ‘તત્ત્વાર્થસૂત્ર', સ્વયં અને સન્મતિતર્ક-વાદ મહાર્ણવ પંડિત બેચરદાસજી સહ) પ્રકાશિત કર્યાં. ત્યાર બાદ તેઓ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં જોડાયા. ૪૪૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy