SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છા હોવા છતાં તે રચના પ્રકાશિત ન થઈ શકી. (૫) મહાવીર ચરિત્ર.૨૭મો ભવઃ જીવનકાળનું અંતિમ ચરણ અને રચના. મહાવીર જૈન વિદ્યાલયના રિપોર્ટ : શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વાર્ષિક રિપોર્ટ પણ વ્યવસ્થિત, આધારભૂત માહિતી, કાર્યોનું સ્પષ્ટ નિરૂપણ, છપાઈ, ગોઠવણ, સુશોભનની દષ્ટિએ ઉત્તમ અને પારદર્શક હિસાબ પદ્ધતિને કારણે પણ સાહિત્ય સર્જનથી ઓછા ન ગણી શકાય. વાંચવા ગમે, વાંચીને માહિતીને આધારે વિદ્યાલય તરફ લોકોનો લગાવ વધતો ચાલે તેવી ભાવનાથી તેઓ કોઈ પણ માહિતી છુપાવ્યા વગર કે અતિશયોક્તિ વગર દર્શાવતા. મુંબઈ જેવા શહેરોમાં તો ઈ. સ. ૧૯૦૭થી જ અંગ્રેજ સરકાર સામે લડત રૂપે ચળવળ શરૂ થઈ ગયેલ હતી. ૧૯૧૫માં પૂજ્ય મહાત્મા ગાંધી પણ ભારતમાં આવીને વસ્યા અને ચળવળને વેગ મળ્યો. અંગ્રેજી શાસનકાળમાં અંગ્રેજી શિક્ષણપદ્ધતિ અને વ્યવસાયલક્ષી શિક્ષણપદ્ધતિનો વ્યાપ અને પ્રચાર વધ્યો હતો. આપણી પ્રાચીન ભાષાઓ, મર્યાદાપૂર્ણ વેશભૂષા, ન્યાયનીતિ, કાયદો, પ્રશાસન વ્યવસ્થા અને સામાજિક બંધારણ મૂળભૂત રીતે બદલાતું જતું હતું. મનોરંજનનાં પાશ્ચાત્ય સાધનો, સિનેમા નાટકનો પ્રચાર અને પ્રસાર વધ્યો હતો. મહામાનવ શ્રી મોતીચંદભાઈ કાપડિયાએ અને તેમનાં પરિવારજનો શ્રી ગિરધરભાઈ, શ્રી કુંવરજીભાઈ અને શ્રી પરમાણંદભાઈએ જ્ઞાનની જ્યોત જલાવી. શ્રી મોતીચંદભાઈએ અમૂલ્ય સાહિત્ય સર્જન કરીને, જૈન ધર્મના અતિમૂલ્યવાન શાસ્ત્રોને જાળવ્યા અને પુનર્જીવિત કર્યા, તેની મૂળભૂત રચના અને ગરિમા સહેજ પણ અલિત ન થાય તેની ખેવના રાખીને મુદ્રણ કરાવીને પ્રકાશિત કર્યા. અનેક જૈન પરિવારોમાં ચિર કાળ સુધી પરંપરાઓનું વહન કરી શકે તેવું શાસ્ત્રજ્ઞાનનું અવલંબન પૂરું પાડીને, અનેક પેઢીઓ પર ઉપકાર કર્યો છે. પોતાના જીવન અને વ્યવસાયનો બહુમૂલ્ય સમય ફાળવી આ ભગિરથી જ્ઞાનગંગા વહાવતા જ રહ્યા. ઈ. સ. ૧૯૧૫-૧૬માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજની પ્રેરણા અને આશિષથી સ્થપાયેલ, અજોડ વ્યવસ્થા પ્રણાલી ધરાવતી સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં પાયાના પથ્થર એટલે શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. એમની આધસ્થાપક તરીકેની દીર્ઘદ્રષ્ટિ એટલી વિશાળ કે આજે વર્તમાન સમયમાં આપણે મુંબઈમાં જૈન સમાજની જે સમૃદ્ધિ જોઈએ છીએ, તે આ દીર્ઘદ્રષ્યએ વર્ષો પહેલા ખૂલી આંખથી સ્વપ્ન રૂપે જોયેલ. તેમના પાયાના સાથીદારો કે જેઓ આ સંસ્થાની મજબૂત ઇમારતના ઘડવૈયાઓ છે, તેમાં શ્રીયુત દેવકરણભાઈ મૂળજી, મૂળજી હીરજી, હેમચંદ અમરચંદ, મોતીલાલ મૂળજી, મકનભાઈ જૂઠાભાઈ મહેતા, મોહનલાલ દલીચંદ દેસાઈ, ડો. નાનચંદ કસ્તુરચંદ મોદી, શેઠ ચુનીલાલ વીરચંદ, મણિલાલ સૂરજમલ ઝવેરી, ફકીરચંદ નગીનચંદ ઝવેરી, અમરચંદ ઘેલાભાઈ ગાંધી, નરોત્તમદાસ ભાણજી કાપડિયા, સારાભાઈ મગનભાઈ મોદી અને બીજાં અનેક ૪૪૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy