SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ તલસ્પર્શી અને વ્યાપક અભ્યાસ કરવા તેમ જ જ્ઞાનનાં નવાંનવાં ક્ષેત્રો ખેડવા પ્રેરે છે. પરિણામે માનવી જ્ઞાન અને ક્રિયા બંને ક્ષેત્રોમાં પ્રગતિ સાધી શકે છે. શ્રી મોતીચંદભાઈ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓની ભીડાભીડ વચ્ચે પણ પોતાની જ્ઞાનોપાસનાની જ્યોતને ઝળહળતી રાખી શક્યા અને વિપુલ સાહિત્યનું સર્જન કરી શક્યા તે આવા ગુણને લીધે જ. સાહિત્ય એ તો જીવનનું અમૃત છે. વાંચન કે સર્જન દ્વારા એનું પાન કરનારનું જીવન નવપલ્લવિત બની જાય છે. એમાંય, અર્થોપાર્જનની લાલસાથી મુક્ત બનીને, કેવળ નિઃસ્વાર્થભાવે અને સ્વાન્તઃસુખાય પોતાના ચિત્તની પ્રસન્નતા ખાતર કરેલ જ્ઞાનાર્જન કે સાહિત્યસર્જન તો ચિત્તને આનંદ સરોવરમાં તરબોળ કરી દે છે. શ્રી મોતીચંદભાઈની જ્ઞાનોપાસના આવી જ નિઃસ્વાર્થ અને આત્મપ્રસન્નતાથી પ્રેરાયેલી હતી. સાહિત્યસર્જન દ્વારા અર્થોપાર્જન કરવાની વાત તો દૂર રહી, ઊલટું પોતાના તરફથી કંઈક ને કંઈક અર્થવ્યય કરીને તેઓ માતા સરસ્વતીની સેવા કરતાં હતાં. સને ૧૯૪૯માં (તા. ૨૩-૪૯)ના તેમની દીર્ઘકાલીન સેવાઓના સન્માન રૂપે. સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે, એક જાહેર સમારંભ યોજીને રૂ. ૭૦૦૦૧/-ની થેલી અર્પણ કરવામાં આવી, તે વખતે એ રકમ પોતાની પાસે ન રાખતાં, પોતાના તરફથી માતા શારદાના ચરણે ફૂલપાંદડી રૂપે રૂ. ૫00/ઉમેરીને કુલ રૂ. ૭૫,૦૦૧/- જેવી રકમ એમણે સાહિત્યપ્રકાશન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપી દીધી હતી. આવી હતી તેઓની ઉદારતા અને નિસ્પૃહતા. શ્રી મોતીચંદભાઈની લેખનશૈલી એમની જીવનપદ્ધતિની યાદ આપે એવી સ્વસ્થ, શાંત, ધીર, ગંભીર, પ્રવકી અને સરળ હતી. લંબાણ અને પુનરુક્તિ એ બે એની મર્યાદાઓ હોવા છતાં એકંદરે એ વાંચનક્ષમ હતી. એમનું સાહિત્ય-સર્જન જેમ વિપુલ છે, તેમ વિવિધ વિષયને સ્પર્શતું પણ છે. આમ છતાં જૈન સાહિત્યની એમની કૃતિઓ વિશેષ ધ્યાન ખેંચે એવી છે. ધર્મ દૃષ્ટિએ અને નવા યુગની દૃષ્ટિએ સમાજનું સંસ્કાર ઘડતર કરવું, એ એમના સાહિત્યસર્જનનો મુખ્ય હેતુ હોય એમ લાગે છે. એટલે ક્યારેક-ક્યારેક તો આપણને નાની કે નજીવી લાગતી, પણ જીવનઘડતર અને જીવનવ્યવહારની દષ્ટિએ એટલી જ મહત્ત્વની બાબતો ઉપર તેઓ પોતાના લખાણમાં યોગ્ય રીતે ભાર આપે છે. શ્રી મોતીચંદભાઈ પોતાનાં રચેલા સાહિત્યમાં થયેલી અલના ધ્યાન પર લાવવામાં આવે તેનો ત્વરિત સુધાર કરવા તત્પરતા બતાવતા. એક ગ્રંથ છપાઈને બહાર પડે તેની સાથે જ બીજી આવૃત્તિ માટે કોપી તૈયાર રાખતા, ગ્રંથની પ્રશંસા કરવાને બદલે વાચકો કોઈ સૂચન કરે તો વધુ આલ્વેદ અનુભવતા. વાચક વર્ગ સૂચનો કરે તો તે પત્રોના જવાબ આપતા અને ઉપકાર થયાનો આભાર વ્યક્ત કરતા. સુંદર ભાવવિચાર, પ્રૌઢતા કે વસ્તુનિર્દેશમાં પ્રભાવ જણાય તેનો સર્વ યશ મૂળભૂત ગ્રંથ રચનાર પુર્વાચાર્યને જ મળે તે વાત કદી લક્ષ્ય બહાર જવા ન દેવી સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા “મૌક્તિક' + ૪૩૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy