SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ બહુમુખી સેવાઓ કરીને લોકહૃદયમાં સદા સ્મરણીય સ્થાન મેળવ્યું હતું. જૈનોના અતિમૂલ્યવાન સંદેશ અને સાહિત્યવાહક પ્રબુદ્ધ જૈન માસિકની તંત્રી તરીકે ઘણાં વર્ષો સુધી માનદ્ સેવા કરીને માનપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ખૂબ જ સુખી સંપન્ન પરિવારના સદસ્ય શ્રી મોતીચંદભાઈને બાલ્યાવસ્થાથી જ ધર્મ અને વ્યવહારની સાતત્યસભર કેળવણી પ્રાપ્ત થઈ. ધર્મ, કળા અને વ્યવસાયવાળા કુટુંબના વાતાવરણમાં બી.એ. સુધીનો અભ્યાસ ૧૯૦૯માં પૂર્ણ કર્યો. ફક્ત ૧૯ વર્ષની વયે શ્રી સિદ્ધર્ષિ ગણિવર કૃત સંસ્કૃત ગ્રંથ “શ્રી ઉપમિતિભવપ્રપંચા, કથા મહાગ્રંથ પહેલા પ્રસ્તાવનો અનુવાદ કર્યો, ત્યાર બાદ શ્રી મુનિસુંદરસૂરિ રચિત અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રંથનું અવતરણ કર્યું અને ૨૨ વર્ષની ઉમરે “જૈનધર્મ પ્રકાશ માસિકમાં આત્મનિરીક્ષણ અંગે વિચાર અને ચિંતનપૂર્ણ લેખો લખ્યા. કાકાશ્રી કુંવરજીભાઈના સતત સાનિધ્યમાં તેઓએ યૌવનને શાસ્ત્ર સાહિત્યના ખેડાણની વાવણીમાં વાવીને આગામી અનેક પેઢીને તારનાર મહાન શાસ્ત્ર સાહિત્યની રચના કરી સમગ્ર જૈન સમાજના ઉપકારી થયા. બી.એ. સુધીનો અભ્યાસ ભાવનગરમાં રહીને કર્યો, ઈ.સ. ૧૮૮રમાં પ્રારંભ થયેલ વિશ્વ વિખ્યાત બાર્ટન લાઇબ્રેરીમાં વિદ્યા પ્રત્યેની વ્યાપક રુચિએ એમને દેશ-પરદેશના જુદાજુદા વિષયોનાં અધ્યયન તરફ પ્રેર્યા. ખાસ કરીને ધર્મ અને તત્ત્વજ્ઞાનના સાહિત્ય તરફ તેઓ વિશેષ આકર્ષાયા. તે સમયકાળમાં ભાવનગરનો કલા અને સાહિત્યક્ષેત્રે સુવર્ણયુગ હતો. ગોવર્ધનરામ ત્રિપાઠી, કૃષ્ણલાલ ત્રિવેદી, બળવંતરાય ઠાકોર, રણજિતરાય મહેતા, કવિ કાન્ત, રવિશંકર રાવળ, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી, ઝવેરચંદ મેઘાણી, પ્રભાશંકરભાઈ પટ્ટણી, રવિશંકર મ. જોષી, ગિરધરલાલ મોહનલાલ શાહ આવા સાહિત્યના પંડિતો તેઓના સમકાલિન અને સહાધ્યાયી રહી ચૂક્યા હતા. મોહનદાસ ક. ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોર તથા સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધી જેવા પ્રખર તત્ત્વવેત્તા અને સાહિત્યકારોથી પણ તેઓ પ્રભાવિત હતા. ખાસ અંગત મિત્ર નરોત્તમદાસ ભાણજીભાઈ કાપડિયા સાથે જ્ઞાનવિકાસની મૈત્રીનો દોર ઘણાં વર્ષો સુધી ચાલ્યો હતો. અમરચંદ ઘેલાભાઈ પણ તેઓના પ્રેરણાદ્યતા અને માર્ગદર્શક હતા, મરકી પ્લેગ)ના ઉપદ્રવને કારણે અકવાડા ગામમાં નિવાસ દરમિયાન કાકા કુંવરજીભાઈ તથા અમરચંદ ઘેલાભાઈની શુભેચ્છા અને સહકારથી સમગ્ર સાહિત્યનો અભ્યાસ અને અધ્યાત્મ કલ્પદ્રુમ' ગ્રંથનું ભાષાંતર અને અવતરણ કર્યું હતું. સમગ્ર શાસ્ત્રઅભ્યાસ અને લેખન સામયિકમાં રહીને કરેલ. બી.એ.નો અભ્યાસ પૂરો કરીને શ્રી મોતીચંદભાઈ કાયદાના ગ્રેજ્યુએટ થવા એલએલ.બી.નો અભ્યાસ કરવા મુંબઈ ગયા. અને સને ૧૯૧૦માં વકીલાતની પરીક્ષા પાસ કરીને સોલિસિટર થયા. હવે તો તેમણે મુંબઈમાં જ સ્થિર થવાનો નિર્ણય કર્યો અને કાયદાશાસ્ત્રી શ્રી દેવીદાસ જેકીશનદાસ દેસાઈની સાથે મળીને ૪૩૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy