SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ‘મૌક્તિક' (B.A., LL.B., સોલિસિટર અને નોટરી) ચેતન શાહ વ્યવસાયે વ્યાપારમાં પ્રવૃત્ત શ્રી ચેતનભાઈ વાંચનરસના કારણે સ્વાધ્યાય કરતાં કરતાં લેખનકાર્યમાં જોડાયા જેના પરિપાક રૂપે તેમની પાસેથી આ અભ્યાસપૂર્ણ લેખ પ્રાપ્ત થાય છે. – સં. આ જીવનકવન શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા કે જેઓ જૈન શાસ્ત્રોના અદકેરા સાહિત્યકાર, સદાચારી ગૃહસ્થ, અનેક સંસ્થાઓમાં પ્રેરણાદાતા, વહીવટકર્તા તથા આધુનિક શિક્ષણમાં એલએલ.બી. સુધી અભ્યાસ કરી એડવોકેટ તરીકે શાસનને અને સાધર્મિકોને ખૂબ જ ઉપયોગી થયા તેમનું છે. આ વ્યક્તિત્વ ઉજાગર કરીને વાચકોને આપણાં પૂર્વ મહાપુરુષનો પરિચય કરાવીને આપણાં સત્ત્વ અને તત્ત્વને જાગૃત કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશનાં સમુદ્ર કાંઠા વિસ્તારમાં આવેલ સાંસ્કૃતિક અને કલાનગરી ભાવનગર શહેરમાં વિ. સં. ૧૯૩૬ માગસર વદી-૨, તા. ૭-૧૨-૧૮૭૯માં થયેલ હતો. ભાવનગર શહેરની અગ્રગણ્ય કાપડની પેઢી ધરાવતા પરિવારના સદસ્ય શ્રી મોતીચંદભાઈએ બી.એ. સુધીનો અભ્યાસ ભાવનગરની જગવિખ્યાત શામળદાસ આર્ટ્સ કૉલેજમાં કર્યો, થોડાં વર્ષો પૂર્વે જ ૫.પૂ. મહાત્મા ગાંધી બાપુ આ જ કૉલેજમાં અભ્યાસ કરી ચૂકેલ હતા. શ્રી મોતીચંદભાઈએ બાલ્યકાળથી જ શાળામાં વ્યાવહારિક અને પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ ખૂબ જ ખંતપૂર્વક અને એકાગ્રતાપૂર્વક પ્રાપ્ત કર્યું. માતા સમરતબહેનના પનોતા પુત્ર હતા. પિતા ગિરધરલાલ આણંદજી પુરષોત્તમ, એ જમાનાનાં ખૂબ જ સમૃદ્ધ કાપડના વ્યાપારની પેઢીના સંચાલક હતા; અને કાકા શ્રી કુંવરજી આણંદજી પુરષોત્તમ; જૈન ધર્મશાસ્ત્ર અને પ્રાચીન ભાષાઓનાં અગ્રગણ્ય વિદ્વાન હતા. પૂ. પિતા પાસેથી વ્યાવસાયિક અને વ્યાવહારિક તાલીમ મળી અને પૂ. કાકા પાસેથી ધર્મતત્ત્વચિંતનના ઊંડા સંસ્કારો પ્રાપ્ત થયા. વાંચન, ચિંતન, લેખનની એક અદકેરી શૈલી ૫૨ ખૂબ જ નાની વયમાં પ્રભુત્વ મેળવી લીધું. જીવન એટલે સતત ગતિશીલતા; એમાં રુકાવટનું નામ નહીં, પીછેહઠનું કામ નહીં: બસ આગળ ને આગળ ચાલ્યા કરવાનું. વિચાર પ્રદેશના નવા નવા ૪૨૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy