SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તકાકારમાં પ્રગટ થઈ. એ સાત વર્ષોમાં ઓશોના બસો ચાલીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં. ઓશોને લોકોને સંન્યાસ આપીને પોતાની તરફ વાળવામાં કે મીશનરી થવામાં રસ નહોતો. કોઈનું ધર્માતર કરવામાં રસ નહોતો. ઓશોએ ધીમે ધીમે ચિકિત્સા જૂથોની રચના કરી. આમાં મોટે ભાગે પાશ્ચાત્ય અનુયાયીઓ હતા. આમાં રોજિંદા સક્રિય ધ્યાન અને કુંડલિની ધ્યાનનો સમાવેશ થતો. ઓશોની ચિકિત્સા જૂથોમાં અમુક ચિકિત્સા જૂથોને આપવામાં આવતી પ્રક્રિયાઓ રેચન સાથે, નગ્નતા સાથે સંકળાયેલ હોવાથી તેનો ખૂબ વિરોધ થયો. આવેગો જેવા કે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, ગુસ્સો બધાને નિષ્કાસિત કરવા માટે આ આવેગોને બળજબરીથી દમન કરાવ્યા વગર ગ્રૂપમાં ઊભરો ઠાલવવાનું કહેવામાં આવતું, જેમાં અશ્લીલતા જણાતા ઓશોનું કામ ખતરનાક છે એવું કહીને એમનો પ્રબળ વિરોધ થયો. ઈ.સ. ૧૯૭૬માં ઓશોએ પૂનાના મકાનોને આશ્રમના સ્વરૂપમાં ફેરવ્યું. ભૂતકાળના બુદ્ધત્વ પામેલા કૃષ્ણ, ફ્રાન્સિસ, જિસસ, એકહાર્ટ વગેરે નામો આપ્યા. મુખ્ય હોલને બુદ્ધ હોલ નામ આપવામાં આવ્યું. આશ્રમમાં ટુરીઝમ, પ્રેસ, હસ્તકલા, સંગીત, સીલ્ક-સ્ક્રીન, કાપડ અને સુથારી કામની વર્કશોપ તેમજ ઝવેરાત, માટીકામ, વણાટકામના ટુડીઓ કાર્યરત હતા. ઓશો તેમના સંન્યાસીઓને મઠમાં લઈ જવા માગતા ન હતા કે સંસારથી ભાગવા દેવામાં માનતા ન હતા. બહારની દુનિયામાં અનુયાયીઓ જેનાથી વિચલિત થાય તે બધુ જ આશ્રમમાં મોજૂદ હોય તેવી તજવીજ એમણે કરેલી. એક વખત આ દુનિયામાંથી શાંતિ પ્રાપ્ત કરી અનુયાયીઓ જ્યાં જાય ત્યાં તેમની શાંતિ કોઈ છીનવી નહીં શકે એવું તેમનું માનવું હતું. ઓશોના આશ્રમમાં પશ્ચિમી મુલાકાતીઓની સંખ્યા વધતી ગઈ. સ્ત્રી-પુરુષોના જાહેર લાગણી પ્રદર્શનથી તેમ જ ઓછાં વસ્ત્રોથી સ્થાનિક લોકોમાં વિરોધ જાગ્યો. આ ઉપરાંત રાજકારણ અને લાંચરુશવતની બદી ઉપર ઓશો તરફથી વારંવાર પ્રહારો થતા બધી કક્ષાના સરકારી અધિકારીઓ પણ આશ્રમ પર ખફા થયા હતા. અમેરિકામાં ઈ. સ. ૧૯૮૧માં ઓરેગોનમાં પૂર્વ વિસ્તારમાં એક ઉચ્ચ રણવિસ્તારમાં એકસો છવ્વીસ માઈલમાં પથરાયેલાં અને અગાઉ પશુ સંવર્ધન માટે વપરાતા ફાર્મની ખરીદી તેમના સચિવ મા શીલા આનંદ દ્વારા કરવામાં આવી. એને રજનીશપુરમ્ નામના નાના ગામમાં ફેરવ્યું. પરંતુ અમેરિકાની સરકારે તેને ગેરકાનૂની ગયું. અમેરિકામાં તેમના પર ૩૫ આરોપો લગાવ્યા અને ધરપકડ કરી. ઓશોએ જેલવાસ પણ ભોગવ્યો અને ત્યાંની સરકારે તેમને ત્યાં વસવાટની પરવાનગી આપી નહીં. અમેરિકાના આ પગલે ઓશોને ગ્રીસ, જીનિવા, સ્વીડન, આયર્લેન્ડ, સ્પેન, ઉરુગ્વ, જમૈકા, પોર્ટુગલમાંથી દેશનિકાલ થવું પડ્યું. આ દરેક આચાર્ય રજનીશ – ઓશો + ૩૯૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy