SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન હોય છે તેમાં મહત્તમ એટલે કે સૌથી શ્રેષ્ઠ તો જવલ્લે જ જોવા મળે છે. પૂજ્ય શાસનસમ્રાટશ્રી એવા વિરલ સાધુપુરુષ હતા. બાળ-બ્રહ્મચારી એવા પૂજ્યશ્રીની બ્રહ્મચર્યની સાધના મન, વચન અને કાયાથી અખંડ અને અવિરત હતી. પૂજ્યશ્રીની મુખકાંતિ એવી આકર્ષક અને પ્રતાપી હતી કે સામો માણસ જોઈને પ્રભાવિત થઈ જતો હતો. એમના કરુણામય નયનોમાં વાત્સલ્યભર્યા વશીકરણની કોઈ ગજબની કુદરતી શક્તિ રહેલી હતી. પૂજ્યશ્રીનું આખું જીવન એવું પવિત્ર હતું જાણે કોઈ જ્યોતિપુંજ અવતર્યો હોય પૃથ્વીને અજવાળવા! પૂજ્યશ્રીના જીવનની એક જ ઘટના તાજુબ કરી દે એવી છે. એમના દેહનું અવતરણ અને વિસર્જન એક જ ભૂમિમાં (મહુવા), એક જ દિવસે બેસતા વર્ષના મંગલ દિવસે), એક જ વારે (શનિવારે) એક જ ઘડીએ (વસ ઘડી અને પંદર પળે થયું હતું. પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહે છે: 'स्वाध्यायावश्यक समो गुरुणाम् हि गुणस्तवः ॥ ગુરુભગવંતોનો ગુણાનુવાદ કરવો, એમના ગુણોનું ગાન કરવું એ આપણા માટે તો એક સ્વાધ્યાય કરવા જેટલું જ અગત્યનું કાર્ય છે. માટે જ આવા વિરલ સંતશિરોમણિના પવિત્ર જીવનના ગુણોની સુવાસ લઈને કેટલીક સ્કૂલ વિગતો જોઈએ. જન્મ, જન્મકુંડળી, કુટુંબપરિચયઃ સૌરાષ્ટ્રનું કાશમીર મહુવામાં વિ. સં. ૧૯૨૯ના કારતક સુદ ૧ એટલે બેસતા વર્ષના પવિત્ર દિવસે શનિવારે વીસ ઘડી અને પંદર પળે લક્ષ્મીચંદભાઈ અને દિવાળીબહેનને ત્યાં પૂજ્યશ્રીનો જન્મ થયો. વિદ્વાન જ્યોતિષી શ્રી વિષ્ણુભાઈએ જન્મકુંડળી બનાવીને કહ્યું કે ભ લગ્નકા પૂત હોવે બડા અવધૂત' તમારો પુત્રનો જન્મ – લગ્ન કુંભ લગ્નમાં છે માટે તે મહાન સાધુ થશે. પૂજ્યશ્રીનું નામ રાશિ પ્રમાણે નેમચંદ રાખવામાં આવ્યું. લક્ષ્મીચંદભાઈને બે દીકરા પ્રભુદ્યસ અને બાલચંદ. ત્રણ દીકરીઓ જબકબહેન, સંતોકબહેન અને મણિબહેન. તેમાં નેમચંદના જન્મથી હવે છ સંતાનો થયાં. યોગભ્રષ્ટ આત્માની સાધનાઃ 'शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽपि जायते । अथवा योगीनामेव कुले भवति धीमताम् ॥' યોગભ્રષ્ટ આત્માઓ યોગની સાધના કરતાં કરતાં, આયુષ્ય સાથ ન આપતાં પોતાની અધૂરી રહી ગયેલી સાધનાને કારણે ફરી ત્યાં જ જન્મ ગ્રહણ કરે છે કે જ્યાં એ અધૂરી સાધના પૂર્ણ કરી શકાય. પિતૃપક્ષ અને કુળપક્ષ જ્યાં સદાચારી, પવિત્ર હોય તે “શુ કહેવાય. “શ્રીમત” એટલે સંસ્કારસંપન્ન. ધનથી ભંડાર ભરેલા હોય તે બધા તો કેવળ કાંકરા જ છે, જે કાયમ ચોરાઈ જવાની બીક રહે છે. શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. + ૩૭૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy