SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અંત નજીક લાગતા સમયે વ્યાવહારિક ઉપયોગિતાવાળી આ પુસ્તિકા બની છે. ૧૨. ભક્તિમાર્ગનું રહસ્ય : ત્રીજી આવૃત્તિ : ઈ.સ. ૧૯૮૨, પ્રત : ૨000 પાનાં ૨૪૮ પ્રકાશક : શ્રેયસ પ્રચારક સભા, ૩૨ પ્રી.સ્ટ્રીટ, મુંબઈ-૨ આ પુસ્તક પહેલાં ૧૯૭૦માં છપાયેલ, પણ બહુ લોકપ્રિય થતાં ફરી ૧૯૭૮માં અને વળી સન ૧૯૮૨માં પણ છપાયું છે. ૧૩. રૂડા મનુષ્યોના અંતિમ ઉદ્દગારો : પ્રકાશન : ઈ.સ. ૧૯૮૫, શ્રેયસ પ્રચારક સભા, ૩૫, મોરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, મુંબઈ-૧ બે વિભાગમાં કુલ ૨૪૦પાનાંનો આ ગ્રંથ છે. આમાં ઘણા સંતો, મહાત્માઓ, કવિઓ, વિચારકોના રૂડા જીવનના ટુંક વર્ણન સાથે તેમની વિચારધારા અને સદા સ્મરણયોગ્ય એવા હિતકારી અંતિમ ઉદ્દગારોની વિશદ નોંધ કરી છે. આમાં ૩૪ જેટલા નામોની તેમના જીવનકાળના સમય સાથેની નોંધ છે જેમકે મહાત્મા સોક્રેટીસ (ઈ.સ. પૂર્વે ૪૬૯-૩૯૯), સંત જિસસ ક્રાઈસ્ટ (ઈ. પૂર્વે ૪થી ઈ. સ. ૨૯), આચાર્ય રામાનુજ (ઈ.સ. ૧૦૩૧૧૫૭), ગુરુ નાનક (ઈ.સ. ૧૪૭૦ ૧૫૩૯), સંત તુલસીદાસ (વિક્રમ સંવત ૧૫૫૪-૧૬૮૦), સંત દયારામભાઈ (ઈ.સ. ૧૭૭૬-૧૮૫૨), ધર્માનુરાગી માણેકમા (ઈ.સ. ૧૮૪૦-૧૯૩૪), રવીન્દ્રનાથ ટાગોર (ઈ.સ. ૧૮૬૧-૧૯૪૧), શ્રીમદ્ રાજચંદ્ર (ઈ.સ. ૧૮૬-૧૯૦૧), મુનિ લઘુરાજ સ્વામી (ઈસ. ૧૮૫૪-૧૯૩૬), મહાત્મા ગાંધી (ઈ.સ. ૧૮૬૯-૧૯૪૮), મુનિ શ્રી બુદ્ધિસાગરજી (ઈ.સ. ૧૮૭૪-૧૯૨૫), હરિ ૐ શ્રી મોટા (ઈ.સ. ૧૮૯૮-૧૯૭૮), જેકબ બેહમે (ઈ.સ. ૧૫૭૫-૧૬૨૪), વિલિયમ બ્લેઈક (ઈ.સ. ૧૭૫૭-૧૮૨૭), મ. ટોલ્સ્ટોય (ઈ.સ. ૧૮૨૮-૧૯૧૦) વગેરે. આ સિવાય પણ ત્રીસેક જેટલા બીજા મહાનુભાવોના નામ સાથે તેના વચનોની નોંધ કરી છે. જેમના જીવનકાળ સમયની ખબર-નોંધ નથી; જેમ કે રાજા રામમોહનરાય, ભગિની નિવેદિતા, સંત થેરેસા, એડવર્ડ હરબર્ટ, ક્રિશ્ચિયન ગેબર્ટ, થોમસ કારલાઈલ, મેગ્યુ હેન્રી, માર્ક ટ્વેઈન, વિલહે વગેરે. આ બધાના જીવનની કથા અને એમના અંતિમ વચનો સર્વસામાન્ય જનને ચિંતન માટે જીવનસુધાર માટે ઉપયોગી, હિતકારી છે. આ બધું લેખકના સર્વવ્યાપી વિશદ્ વાચનની અને ગુણગ્રાહીપણાની સાબિતીરૂપ છે. ૧૪. A GREAT SEER: આ પુસ્તક અંગ્રેજીમાં લખાયું છે જેમાં ડૉ. શ્રી સરયૂબહેન મહેતા સાથે શ્રી ભોગીલાલભાઈ સહલેખક છે. જશવંતલાલ વ. શાહ ૯, અમીતા, ૨૧૬, હીંગવાલા લેન, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ-400077 " R. (022)-21021171 * M. 9769287507 આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ + ૩૬૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy