SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૨૦૧૦માં ન્યાયતત્ત્વ પ્રકાશની પુસ્તિકા આપી છે. તે તેમની સંસ્કૃત ભાષા પરની નિપુણતા દર્શાવે છે. કેવી તેમની અજબ બુદ્ધિપ્રભા ! ઉત્તરાવસ્થામાં શરીર બીમારીથી ઘેરાયેલું હોવા છતાં ‘કલ્યાણભારતી' અનુપમ ગ્રંથ આપ્યો છે. ૫૬૦ પૃષ્ઠોના ગ્રંથમણિમાં પચ્ચીસ પ્રકરણમાં પ૦૦ જેટલા શ્લોકોમાં જૈન ધર્મનું હાર્દ, સિદ્ધાંતો સરળ ભાષામાં આપ્યા છે. આ ગ્રંથ તેમની વિદ્વત્તાનો અદ્ભુત ગ્રંથમણિ છે. ‘આત્મવિભૂતિ’ પણ ૧૦૮ શ્લોકમાં આપી. મહાત્માઓના ગ્રંથોનું દિગ્દર્શન કરાવ્યું છે. મહામાનવ ૧૧૩ શ્લોકમાં, વીરવિભૂતિ ૧૦૨ શ્લોકમાં, ન્યાય કુસુમાંજલી ૧૮૫ શ્લોકમાં અને એક પ્રાકૃત ગ્રંથ સાતત્તાનોો ૫૦ શ્લોકોમાં આપીને ચમત્કાર સર્જ્યો છે. હિંદી, ગુજરાતી, અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ હતું. ૭ હિંદી, ૧૧ અંગ્રેજી, સંસ્કૃતમાં ૨૫, ગુજરાતીમાં ૪૨ પુસ્તકો આપીને સાહિત્યના સ્વામી અને સાહિત્યસમ્રાટ કહેવાયા. અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો તૈયાર થતાં પહેલાં જ કાળે તેમને ઝડપી લીધા હતા. માંડલ માટે તેમને બહુ માન હતું તેઓ કહેતા કે માતાઓ જેમ દીકરાને સાચવે તેમ માંડલની માતાઓ મારી ઝીણામાં ઝીણી કાળજી લઈ પુત્રથી અધિક મને સાચવતા એટલે મારે મન તો માંડલ સ્વર્ગભૂમિ છે. તેઓ કહેતા કે મારું દિલ ક્યાંય જવા કબૂલ થતું નથી. આવી ચાકરી અને સેવા બીજે મને મળવાં અસંભવિત લાગે છે. વિ.સં. ૨૦૨૬ના મહાવદી-૫ તા. ૬-૨-૭૦ના રોજ ઓચિંતા જ આ દુનિયામાંથી વિદાય થયા. આગલા દિવસે અગાશીમાં ફરતા હતા. ઝડપથી ચાલ્યા જાય એવી કોઈ માંદગી નહોતી ત્યાં અગાશીમાં ઓચિંતા લકવાનો હુમલો થયો એમને ઉપાડી પથારીમાં સુવાડ્યા ત્યારે પણ હસતા જ વાતો કરતા હતા. યોગ્ય ટ્રીટમેન્ટ આપી. જો ઠીક ન થાય તો અમદાવાદ લઈ જવાનો સંઘે નિર્ણય કર્યો. એ નિર્ણય અમલી બને તે પહેલાં જ ૧૦ વાગતાં દુનિયામાંથી વિદાય થઈ ગયા. માંડલનું ધર્મછત્ર ઝૂંટવાઈ ગયું, હૈયાને હળવું કરવાનું આશ્રયસ્થાન ચાલ્યું ગયું. મંગળવાણી સાંભળવાનું સદ્ભાગ્ય સાને માટે અસ્ત પામી ગયું. એમના ખડખડાટ હાસ્યથી ગુંજતું વાતાવરણ તેમના વિના ભેંકાર બનવા લાગ્યું. પ્રાચીનકાળનો જૈન શબ્દ આજે ફરી સાંપ્રદાયિક રૂપે વપરાવા લાગ્યો છે ત્યારે ન્યાયવિજ્યજીએ ધર્મને વ્યાપક દૃષ્ટિએ ઓળખવા માટે પ્રધાન સર્વ ધર્માળાં, સત્યં નતિ શાસનમ્। આવું વ્યાપક દૃષ્ટિયુક્ત વિધાન કરીને પોતાનો સત્યપ્રેમ વ્યક્ત કર્યો છે. કૈલાસબહેન શાહ અમદાવાદ મો. 9909716022 પૂ. ન્યાયવિજયજી મહારાજ + ૩૬૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy