SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રપ્રેમના પૂજારીઃ મુનિ ન્યાયવિજ્યજી રાષ્ટ્રપ્રેમી હતા. તેઓ માનતા હતા કે ધર્મનું સંસ્થાન દેશ સ્વતંત્ર હોય ત્યારે જ થઈ શકે. સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા નીચે મુંબઈ હોલમાં મળેલી સભામાં રાષ્ટ્રની મુક્તિ ઉપર તેમણે બુલંદ અવાજે વ્યાખ્યાન આપી જૈન મુનિઓ માટે રાષ્ટ્રના પ્રશ્નોમાં ભાગ લેવાનું એક નવું દ્વાર ખોલી આપ્યું. જૈન ગતને ચમકાવી દીધું. હજારો યુવક-યુવતીઓ અને જૈન મુનિઓએ આ મુનિની ભૂરી ભૂરી પ્રશંસા કરી. ખાદીનો પ્રચાર કરી પોતે ખાદી ધારણ કરી પ્રભાવનામાં લાડુ-પતાસાંને બદલે ખાદીનાં કપડાની લહાણી કરાવવાનું સાહસ પગલું ભર્યું હતું અને ચરબીથી ખરડાયેલા મુલાયમ મલમલને બદલે જૈન સાધુ-સાધ્વી, જૈન સમાજનાં ખાદી અપનાવવા નવો સંદેશ આપ્યો. મુંબઈનું યાદગાર ચાતુર્માસઃ સં. ૧૯૮૭માં મુંબઈનું ચાતુર્માસ ખૂબ પ્રવૃત્તિમય યાદગાર બની ગયું. કોટના ઉપાશ્રયનાં વ્યાખ્યાનમાં અને પર્વના દિવસોમાં માનવ મહેરામણ ઊમટી આવતો. તેમના ઉપદેશમાં મહાવીર જન્મવાંચનના દિવસે શ્રીફ્ળ ફોડવાનું બંધ રહ્યું હતું અને સાંવત્સરીક પર્વના દિવસે તપસ્વી નરનારીઓને શુદ્ધ ખાદીની પ્રભાવના કરવામાં આવતી. સત્યને નિર્ભયપણે ઉચ્ચારતાં સમાજના કોઈ વર્ગનો અણગમો ઉતરે તો તે સહેવા તેઓ સહર્ષ તૈયા૨ બેઠેલા હતા. જૈન સમાજનાં કલહનું વાતાવરણ ચાલુ રહ્યું હોવા છતાં કોઈ પણ વિરોધી વ્યક્તિની નિંા તેમના મુખથી વ્યાખ્યાનમાં કે બીજી વખતે કોઈએ કદી સાંભળી ન હતી. કલુષિત વાતાવરણથી તેઓ નિરાળા હતા. તેઓ વ્યાખ્યાનમાં અને લેખનકળામાં જેટલા પ્રચંડ હતા તેટલા જ પ્રકૃતિએ નમ્ર, શાંત, પ્રસન્ન હતા. વાતચીતમાં ભદ્રિક, હસમુખ ચહેરો અને સ૨ળતા એ એમના જીવનમાં વણાઈ ગયાં હતાં. આત્મોન્નતિ : મુનિશ્રીએ ૧૫-૭-૩૧ના રોજ આદીશ્વર ધર્મશાળામાં વ્યાખ્યાનમાં ધર્મનો પાયો મજબુત બનાવવા જૈન સંગઠન સાધવાની જરૂર છે તેમ જણાવી રચનાત્મક યોજનાઓ કરી. જૈન સમાજને પ્રાણવાન બનાવવા શક્ય પ્રયાસો કરીને જૈન ધર્મને દીપાવો તો અહિંસા ધર્મનો ચમત્કાર સર્જાશે. જીવનની સરળતા ચારિત્રમાં જ છે. એક ખાંડી ઉપદેશ કરતાં એક અધોળ વર્તન વધુ લાભદાયક છે. શાસ્ત્રો વાંચવા, સમજવા, સમજાવવાં સહેલાં છે, પણ જીવનમાં ઉતારવા દોહ્યલાં છે. આત્માનો વિકાસ સાધો. નકામી પંચાતમાં પડી આત્માનું ન હારો. બધી નાત જમી ગઈ અને વ૨ાજા જ રહી ગયા' એવું ન બને તેનું ધ્યાન રાખો. પૂ. ન્યાયવિજયજી મહારાજ + ૩૫૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy