SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસિદ્ધ કવિ શ્રી સાકળચંદે ગુરુ મહારાજના શિષ્ય વિનયચંદ્રજીના નામે રચી આપ્યાં હતાં. વિરહગીતની એક કડીમાં જૈન સંઘની વેદનાને આ રીતે વાચા મળી છે. મુનિજન – માનસહસ ઊડી ગયો, ધન્ય ધરા શણગાર રે, ધર્મ-ધુરંધર ધોરી ક્યાં ગયો ? જડશે ક્યાં અણગાર રે ? ગુરુ ગુણ દરિયા, ક્યાં મળશે હવે ? કોડાય જૈન સંઘે મોટા દેરીસરની બાજુની ઓરડીમાં એક ગોખમાં ગુરુ મ.સા.ના પગલાં પધરાવેલ છે. જે આજે પણ વિદ્યમાન છે. શ્રી કુશલચંદ્રજી મ.સાહેબે સંવેગ માર્ગને સજીવન કરી પાર્જચંદ્રગચ્છમાં નવો પ્રાણ પૂર્યો. સરળ ઉપદેશ અને ઉદાર પ્રકૃતિ દ્વારા ભદ્રિક કચ્છી જનતાને ધર્મમાર્ગે ગતિશીલ કરી. એક નાનકડી ધર્મક્રાન્તિના પુરસ્કર્તા તરીકે શ્રી પાર્શચંદ્રગચ્છ અને કચ્છના ઇતિહાસમાં મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સાહેબે ધ્રુવતારક સમું ચિરંજીવ સ્થાન મેળવી લીધું. મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજીના સાધનાત્મક જીવનમાં જ નહિ, પરંતુ એક આદર્શ માનવ” તરીકેના જીવનમાં પણ ઉત્તમ ગુણોને સમન્વય જોવા મળી રહે છે. સંવેગ રંગે ઝીલતાં, કુશલચંદ્રજી આજે સાર, જૈન ધર્મ દીપાવતાં, ત્યાં મિલ્યા ઠાણા ચાર. - યતિશ્રી સુમતિસાગરજી જૈન વિચારને ચારિત્રમાં મૂકી શકીએ એ જ સમ્યફચરિત્ર છે. સમ્યકજ્ઞાન તો ઘણા બધાના જીવનમાં થાય છે. પરંતુ સૌથી જેની વધુ જરૂરિયાત છે, તે સમ્યક ચારિત્ર - આચરણ. એ જીવન સાથે ન જોડાય તો એકલા વિચારથી આપણી જૈનપરંપરાનો સંયમમાર્ગે ગતિશીલ ન બની શકે. વિચાર સાથે આચાર બંને જોડાયેલ હોય એ જ સાચો જૈન સાહિત્યકાર ગણાય. વર્તમાનકાળમાં જૈન સાહિત્યકારને ઓળખવા માટેની આપણી જે દૃષ્ટિ છે તેને જ બદલવી પડશે. કોઈ Ph.d. કે યુનિ. ડિગ્રીધારી હોય, તેમણે કેટલાક પુસ્તકો લખ્યા હોય, તેવાની આજે સાહિત્યકાર તરીકે ગણના થતી હોય તો તેમાં મને કોઈ વાંધો તો નથી, પરંતુ જૈન ધર્મના આગમસૂત્રોનો જેણે અભ્યાસ કર્યો હોય, તેના હાર્દને પોતાના આચરણમાં મૂકી ૪૭ જેટલા ચાતુર્માસમાં તેનું વાંચન કર્યું હોય, પોતાની દરેક જીવનપદ્ધતિમાં જૈન ધર્મના નીતિ નિયમોનુસાર આચરણ હોય અને જ્યાં જૈન ધર્મમાં શિથિલતા દેખાઈ ત્યાં સ્પષ્ટપણે શિથિલતાનો વિરોધ કરી, ત્યાં ‘ક્રિયોદ્ધાર’ વિધિથી સંયમમાર્ગ અપનાવવા પુરુષાર્થ કર્યા હોય, તેવા પણ જૈન સાહિત્યકારની સાચી ઓળખ પામે છે. શ્રી કુશલચંદ્રજી મ.સા. કહેતા મારું આચરણ એ મારું પુસ્તક છે. જીવનમાં ૩૫૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો.
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy