SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજય પર્વતની તળેટીએ જઈને બેઠા. ફક્ત સાધુનાં કપડાં હતાં, ઓઘો કે પાતરાં તેમની પાસે હતાં નહિ. આવતા-જતા લોકો આ પાંચ સાધુવેશને જોવા ટોળે વળ્યાં. પૂછપરછ કરવા માંડી. સંઘના અગ્રણીઓએ પણ પૂછપરછ કરી. પૂજ્યશ્રી હર્ષચંદ્રસૂરિજી ગિરિરાજથી નીચે આવ્યા, ત્યારે આ પાંચે મિત્રોએ વંદન કરી શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. પાંચ જણની ઉચ્ચ વૈરાગી દશાના કારણે સંઘની પણ સહાનુભૂતિ થઈ હતી. મુનિરાજે પૂછપરછ અને પરીક્ષા કરી પણ ખરી. વેશ પહેરી જ લીધો છે. તો હવે તેમને સંભાળી લેવા તથા તેમના ઉચ્ચ સંકલ્પને સહાયક થવું જરૂરી છે. નહિ તો તેમની સ્થિતિ કફોડી થઈ જશે.” આવા વિચારથી શ્રી હર્ષચંદ્રસૂરિજીએ શ્રી સંઘ સમક્ષ પાંચને અપનાવ્યા, અને નરશી નાથાની ધર્મશાળામાં પાંચ જણને લઈ ગયા. પાલિતાણા પહોંચેલા પાંચ જણના નામ હતા : (૧) હેમરાજભાઈ (૨) કોરશી (૩) ભાણાભાઈ, (૪) વેરશીભાઈ અને (૫) આસધીરભાઈ સંવેગી દીક્ષા શ્રી હર્ષચંદ્રસૂરિજી ધુરંધર વિદ્વાન અને ઉત્તમ કવિ હતા. એક ઉચ્ચ સંયમનિષ્ઠ અને જૈન ધર્મના પ્રખર આચાર્ય હતા. શ્રી હર્ષચંદ્રસૂરિજી પાર્શચંદ્રગચ્છ – શ્રી નાગોરી તપાગચ્છના ૭૧મા પટ્ટધર આચાર્ય હતા. તેઓ પૂજ્યશ્રી યતિ આચાર્ય હોવા છતાં તેમનું અંતર શુદ્ધ સંયમમાર્ગ તરફ ઢળેલું હતું. શિથિલાચારનો બચાવ તો તેઓ ન જ કરતા. તેઓશ્રી ગચ્છાધિપતિ ભટ્ટાર’ હતા. છતાં એ પદનો રુઆબ તેઓ સહેજે રાખતા નહિ. તેઓશ્રી નિરાભિમાની, ઉદાર અને શાંત સ્વભાવના હતા. શ્રી હર્ષચંદ્રસૂરિજી “સંવેગી અને પતિ બંને પ્રવાહને જોડનાર એક કડી હતા. પાંચ મિત્રોની ક્રાંતિ ભરી ભાવનાને તેઓ પોષણ આપી શક્યા. સંવત ૧૯૦૭ કારતક સુદ ૧૩ના સ્વયં અનિવેશ પહેર્યો અને ૧૯૦૭ સંવત માગસર સુદ બીજના પાંચે યુવકોની વિધિવત “સંવેગી દીક્ષા થઈ. ધર્મક્ષેત્રે કશુંક કરી દેખાડવાના કોડથી છલકાતા પાંચ ધર્મવીરોને શ્રી હર્ષચંદ્રસૂરિજી ગુરુ રૂપે પ્રાપ્ત થયા એ એક સુભગ સંયોગ હતો. સંયમ ગ્રહણ કર્યા બાદ પાંચે જણ અપૂર્વ ઉત્સાહથી ગુરુમહારાજ પાસે અભ્યાસ કરવા લાગી ગયા. પાંચે મુનિઓ પરમ સંતોષ અને આહ્વાદ અનુભવતા જ્ઞાન-ધ્યાનમાં લીન બની ગયા. ભરયુવાનીમાં પોતાના મનોરથ પૂર્ણ થવાથી મુનિ મહારાજ સાહેબો જૈન ધર્મના સાહિત્યમાં ઊંડા ઊતર્યા. જૈન ધર્મ ગ્રંથોનો ગુરુ મહારાજશ્રીના સાનિધ્યમાં ઉત્સાહથી અભ્યાસ કર્યો. પોતાના લક્ષ્યબિંદુએ પહોંચવા નવા પાંચ મુનિઓએ ૩૩૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy