SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ લંડનની થીયોસોફીકલ સોસાયટીના પ્રમુખ ડૉ. એની બીસેન્ટ, સેક્રેટરી મીસ મ્યુલ૨, અલાહાબાદની કૉલેજના પ્રોફેસર સી. જ્ઞાનેન્દ્રનાથ તથા બૌદ્ધ ધર્મના સેક્રેટરી મી. ધર્મપાલ વગેરેનો સંગાથ થયો. એ દરેક ચિકાગો ધર્મસભામાં પ્રતિનિધિ તરીકે જતા હતા. એ કોઈને જૈન ધર્મ અંગે કશી માહિતી ન હતી. શ્રી વીરચંદભાઈએ તેમને જૈન ધર્મનાં તત્ત્વો અંગે ટૂંકમાં સમજાવ્યું. જે જાણીને તેમને અજાયબી થઈ તથા આવી ઉત્તમ ફિલોસોફીના પુસ્તકો અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરાવવા તેમણે ભારપૂર્વક જણાવ્યું. ન્યુયોર્ક બંદરે ધર્મસભાના મંત્રી વિલીયમ પાઈપ તથા થોમસ કુકનાં પ્રતિનિધિ તેમને લેવા આવેલ. ૧૨૦૦ માઈલનો લાંબો પ્રવાસ કરીને ન્યુયોર્ક પહોંચ્યા હતા એટલે બે દિવસ ત્યાં રોકાઈને ચિકાગો જવાનો કાર્યક્રમ હતો. મિ. પાઈપે ઉતારાની વ્યવસ્થા કરી હતી, પરંતુ પોતે જૈન ધર્મની ઉન્નતિ માટે ગયા હોઈને ત્યાંનો ખર્ચ યજમાન કરે તે વીરચંદભાઈને મંજૂર ન હતું. એટલે તેઓ તથા નથુ માટે તેમણે બ્રોડવે સેન્ટ્રલ નામની સામાન્ય હોટેલમાં એક રૂમ રાખી. બજારમાંથી કેટલાક ફળો ખરીદીને તેનો આહાર કરીને તેઓ મિ. પાઈપને મળવા ગયા, જ્યાં ધર્મસભા અંગે ઘણી વાતચીત થઈ. એ વખતે પાંચ-સાત ન્યુઝ પેપરના રિપોર્ટરો હાજર હતા. જેમણે જૈન ધર્મ અંગે ઘણા પ્રશ્નો કર્યાં, જેના શ્રી વીરચંદભાઈએ સંતોષકારક ઉત્તરો આપ્યા. ન્યુયોર્કના પ્રખ્યાત વર્તમાન પત્ર ધી વર્લ્ડ' શ્રી વીરચંદભાઈ અંગે સુંદ૨ આર્ટીકલ છાપ્યો હતો. શ્રી વીરચંદભાઈની અજોડ ગ્રહણશક્તિ, તીવ્ર બુદ્ધિ અને નિરીક્ષણશક્તિનો પરિચય આપણને, તેમણે બે દિવસના જ ન્યુયોર્ક નિવાસમાં એકત્ર કરેલ માહિતી ઉપરથી આવી શકે.' ન્યુયોર્કની એક બાજુ બ્રુકલીન નામનું પરું છે અને બીજી બાજુ ન્યુજર્સી નામનું પરું છે. વચ્ચે ન્યુયોર્ક શહેર છે. વસ્તી, ઉદ્યોગ, વેપાર, હુન્નર તથા સુધારાની બાબતમાં તે દેશમાં પ્રથમ દરજ્જો ધરાવે છે. વિસ્તાર ૪૨ ચોરસ માઈલ અને વસ્તી સુમારે સત્તર લાખ છે. આયર્લેન્ડના ડબલીન શહેરમાં જેટલા આઈરીશ રહે છે, તેના કરતાં ન્યુયોર્કમાં જર્મન વધારે રહે છે. જર્મનીના બર્લીન શહેર સિવાય બીજા કોઈ પણ શહેરમાં રહેતા જર્મન લોકો કરતાં વધારે જર્મન ન્યુયોર્કમાં રહે છે. ન્યુયોર્કનો મ્યુનિસિપલ કારોબાર બત્રીસ ચૂંટાયેલા સભ્યો ચલાવે છે. શહેરની વાર્ષિક આવક સુમારે એક કરોડ રૂપિયા છે. શહેરમાં ૨૬૦૦ કારખાનાં છે, જેમાં સાડાત્રણ લાખ લોકોને રોજી મળે છે. તેઓ દર વરસે બસો ત્રીસ કરોડ રૂપિયાનો સામાન બનાવે છે. શહેરમાં ૪૩ દૈનિક વર્તમાનપત્રો પ્રસિદ્ધ થાય છે, અઠવાડિયામાં બે વખત પ્રસિદ્ધ થતાં ૯ વર્તમાનપત્રો છે, જ્યારે અઠવાડિયામાં એક વખત પ્રસિદ્ધ થતાં ૨૨૧ વર્તમાનપત્રો છે અને દર પખવાડિયે પ્રસિદ્ધ થતાં ૪ પેપર છે. માસિક ચોપાનિયા ૩૯૪ છે, દર બે મહિને પ્રસિદ્ધ થતાં ૧૪ ચોપાનિયા છે અને ત્રિમાસિક ચોપાનિયાની સંખ્યા ૨૧ છે.' આજે માધ્યમો અને આધુનિક સાધનોની સંપૂર્ણ સગવડ હોવા છતાં આપણા શહેર કે સમાજની ૩૨૪ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy