SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજમાં ચાલતા કુરિવાજો અને કુરૂઢિઓના તેઓ સખત વિરોધી હતા. એ વખતની ઘર કરી ગયેલ કુરૂઢિ મરનાર પાછળ થતાં રુદન-કુદન તથા નાતવરાના વિરોધમાં - તેમણે રડવા, કૂટવાની હાનિકારક ચાલ અંગે જૈન મતના તથા શાસ્ત્રોના પ્રમાણો સહિત એક નિબંધ “રડવાની કૂટવાની હાનિકારક ચાલ વિશે નિબંધ છપાવીને પ્રસિદ્ધ કરવાનું સાહસ – ઉત્તમ કાર્ય તેમણે એ વખતનાં રૂઢિચુસ્ત સમાજમાં કર્યું હતું. જૈન શાસનમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ, જૈનોનાં મહાપવિત્ર તીર્થ સમેતશિખરજી અંગેની કાનૂની લડાઈમાં તેમણે મેળવેલો અતિ મહત્ત્વનો વિજય કે જેણે શ્રી વીરચંદભાઈ ગાંધી જ નહીં પણ તેમની મહાન સંસ્થા ધી જેને એસોસિએશન ઓફ ઇન્ડિયાનું નામ પણ તીર્થરક્ષા અને જૈનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરાવી દીધું. વર્તમાન ચોવીસીનાં વીસ તીર્થકરો જે પવિત્ર ભૂમિ ઉપર સિદ્ધપદ પામ્યા, એ પવિત્ર તીર્થ કરતાં વધારે મહત્ત્વનું તીર્થ બીજું હોઈ જ ન શકે. એ વખતનાં બંગાળનાં હજારીબાગ જિલ્લાના પાલગંજ ગામનો રાજા પારસસિંગ હતો. એ રાજ્યની સરહદમાં મધુવન અને સમેતશિખરજી પહાડ આવેલા છે. મુગલ બાદશાહોના સમયથી આ તીર્થની માલિકી જૈનોની જ હતી, પરંતુ પૂરતી સજાગતા, દેખરેખ તથા હક્ક જાળવવાના પ્રયત્નોમાં ખામી રહેવાથી આપણો હક્ક ડૂબી ગયો. એટલે ત્યાંનો રાજા પહાડ પર થતા ઘાસ, લાકડા, હરડા વગેરે વનસ્પતિની ઊપજ લેતો હતો અને તીર્થના રક્ષણ બદલ દર વરસે જૈન સંઘ તરફતી રૂ. ૧૫૦૦/- પણ રાજાને આપવામાં આવતા હતા. સને ૧૮૮૬માં ત્યાંના રાજાએ પહાડ પરની થોડી જમીન બેડમ નામના અંગ્રેજને ચાના બગીચા કરવા પટેથી આપી હતી. ચારપાંચ વર્ષ બાદ, ડુંગર ઉપર મોટી સંખ્યામાં ડુક્કરોની વસ્તી જોઈને બેડમે, આપણા પવિત્ર યાત્રાસ્થળથી બેત્રણ માઈલ દૂર ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું શરૂ કર્યું. આ કારખાનું સમેતશિખરજી ફરતી બાર ગાઉની યાત્રાના રસ્તામાં હતું. એમાં સંહાર થતાં ડુક્કરોની ચીસો ઉપર શ્રી ચંદ્રપ્રભુજીની ટૂંક તેમ જ નીચે આવેલી ધર્મશાળામાં સંભળાતી હતી. “અહિંસા પરમો ધર્મ જેનો મુખ્ય સિદ્ધાંત તથા જીવદયા જેમનો મુખ્ય મંત્ર – ધર્મ હોય તેવા જૈનો આ પરિસ્થિતિ કેમ ચલાવી શકે? શ્રીસંઘનાં આગેવાનોએ હજારીબાગ જિલ્લાના કમિશનર સમક્ષ ફરિયાદ કરી, પરંતુ “કોઈ પણ પ્રકારના વ્યાપારની બાબતમાં અમે વચ્ચે પડી શકતા નથી” એવી નોંધ સાથે ફરિયાદ કાઢી નાંખવામાં આવી. આથી પરગણાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને કારખાના, સામે મનાઈહુકમ મેળવવામાં આવ્યો. પરંતુ ન્યાયાલયમાં આ મુકદમાનો ચુકાદો જૈન સમાજની વિરુદ્ધ આવ્યો. પરિણામે હાઈકોર્ટનો આશરો લેવામાં આવ્યો. કલકત્તાના શ્રેષ્ઠિ શ્રી બાબુસાહેબ બદ્રીપ્રસાદજીએ આ અપીલનો સઘળો હવાલો ૩૨૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy