SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે જ્યપુ૨ શહેરમાં વિતાવ્યો હતો. ત્યાં ગુરુમહારાજ સપરિવા૨ પંજાબથી આવ્યા ત્યારે તેમની આજ્ઞા પ્રાપ્ત કરી અજમેર વગેરે શહેરોના ચૈત્યજુહારતે ગોલવાડની પંચતીર્થી અને તારંગાજીની યાત્રા પરિપૂર્ણ કરી મુનિશ્રી હંસતિયજી મહારાજ વડોદરા પધારવાના હતા ત્યારે તેમના પૂર્વાશ્રમી પિતાજી શેઠ ગજીવનદાસજીએ તેમને રાજા-મહારાજાની સવારી નીકળે તેવી ભવ્ય રીતે વડોદરા નગ૨માં સ્વાગત કર્યું હતું અને દબદબાપૂર્વક ઉત્સવ આનંદથી ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી મહારાજ દ્વારા સંવત ૧૯૩૯ના જેઠ સુદ ૧૦ના શુભ દિને મોટી દીક્ષા અપાવી અને પોતાની વર્ષો જૂની મહેચ્છા પૂર્ણ કરી. પંચમ ચાતુર્માસ પણ વડોદરા નગ૨માં જ વિતાવ્યો. ત્યાર પછી છઠ્ઠો ચાતુર્માસ અમદાવાદમાં, સાતમો ચાતુર્માસ સુરતમાં, આઠમો ચાતુર્માસ પાલિતાણામાં વિતાવ્યો. નવમો ચાતુર્માસ અણહિલપુર પાટણમાં ગાળ્યો. આ ચાતુર્માસ દરમિયાન 'ત્તરાધ્યયન કમલ સંયમ ટીકા અને સ્થૂલિભદ્ર ચરિત્રગાથા' વાંચી હતી. જૈન શાસનના મુનિમંડળમાં મુનિશ્રી હંસવિજ્યજી મહારાજ સાહેબ એક પ્રભાવશાળી પુરુષરત્ન કહી શકાય. તેમની શાંતિ, વિરક્તદશા, ઉપદેશ શક્તિ અને સહનશીલતા અનેક રીતે અભિનંદનીય અને પ્રશંસનીય ગણાય. તેમના પોતાના કવન ૫૨ નજર નાખીએ અને તે કવનો કેટલા ગહન અને મનનીય છે તે જોઈએ. ‘ચતુર્વિશતિજિનસ્તુતિ’: સદ૨ ૨૪ તીર્થંકરોની સ્તુતિ વિવિધ છંદોબદ્ધ ૨૪ શ્લોકોમાં રચાયેલ છે. સદર કવિતામાં તેમની કવિત્વશક્તિ તાદશ થાય છે. તેમની છંદ પસંદગી પણ વાચકનું ધ્યાનાકર્ષણ કરે તેવી છે. સદર સ્તુતિમાં તેમનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન છતું થાય છે અને શબ્દનિયોજન પણ યથાયોગ્ય અને ભાવવાહી છે. ‘શ્રી આદિનાથ સ્તોત્રમ્’માં તેમને ‘જય’ શબ્દનો દરેક પાદમાં પ્રયોગ કર્યો છે. શ્રી આદિનાથ ભગવાન માટે પ્રયોજેલ વિશેષણોના શબ્દો પણ ખૂબ જ યથાતથ છે. આમાં શબ્દોનું માધુર્ય પણ અનુભવાય છે. શ્રી અજિતનાથ સ્તોત્રમાં પણ ‘જ અક્ષરનો અવિરત વિનીયોગ કરી શબ્દચમત્કૃતિનું સર્જન કર્યું છે. સદર સ્તોત્રમાં સ્વત્વની પ્રભુચરણોમાં શરણાગતિ સ્વીકાર જોવા મળે છે. તેમનો પ્રભુ પ્રત્યેનો અનન્ય ભાવ પ્રફુટિત થાય છે. પોતાનું ચિત્ત સતત પ્રભુમય રહે એ અંતરની તમન્ના અહીં સ્પષ્ટ થાય છે. શ્રીસંભવનાથ સ્તોત્રમાં પણ સંભવનાથ પ્રતિ પ્રતિ અને સર્વોત્કૃષ્ટ જીવનમૂલ્યો, પુણ્યપ્રાપ્તિ, વિકારમુક્તિ, દુઃખદારિત્ર્ય વગેરેને નિર્મૂળ કરવાની મહેચ્છા સેવી છે. શ્રીશિખરગિરિ ચૈતન્યવન્દનમ્ આ પ્રાર્થના ગુજરાતી ભાષામાં રચાયેલી છે પણ સંસ્કૃત ભાષાનું પ્રાચર્ય સ્થાને સ્થાને દૃષ્ટિગોચર થતું જોવા મળે છે. સદર સ્તોત્રમાં પ્રભુના ગુણગાન પ્રભુ માટે વપરાયેલ વિશેષણો ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્તોત્રમાં સ્વનિંદા કરી સંપૂર્ણ સ્વત્વ ભાવનું અર્પણ અને તેની સામે સ્વોન્નતિકા૨ક પદની વાંચ્છના વ્યક્ત કરી પ્રભુચરણોમાં પોતાની અભિપ્સા ઠસોઠસ ભરી પડી જણાઈ આવે છે. એક ભક્ત હૃદયની પ્રભુ પ્રત્યે આત્મસમર્પણની ભાવના છલોછલ ઊભરાતી જણાય છે. મુનિ શ્રી હંસવિજયજી મહારાજ - ૩૧૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy