SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સુનામી આવી અને અનેક વિચારતાંડવ કરતાં ગમે તેટલો ખર્ચ કરીને પણ પ્રાણપ્રિય પુત્રને પાછો લાવીશ જ. તેને દીક્ષા આપનાર કોણ ? શું મારો પુત્ર ભૂખે મરતો હતો ? આવા સુકોમળ બાળકોને દીક્ષા આપનાર કોણ ? ત્યાં પહોંચતાં જ તેમની ખબર લઈ નાખું આવી અનેક રીતે હૈયાવરાળ કાઢતા ત્રણ દિવસોની યાત્રા બાદ પંજાબ પહોંચ્યા તો મહારાજ સાહેબ નવીન શિષ્યોને લઈ વિહારાર્થ હોશિયારપુર પહોંચ્યા હતા. શેઠજી અને ગુરુસાહેબનો વાદવિવાદ ઘણા સમય સુધી ચાલ્યો. છેવટે શેઠજી પોતાના પુત્ર પર વાત્સલ્ય વરસાવતા મુનિ શ્રી હંસવિજયને સમજાવવા લાગ્યા ત્યારે છેવટે અંતિમ નિશ્ચય રજૂ કરતાં બોલ્યા કે જો તમે મને વડોદરા પાછો લઈ જવા ઈચ્છતા હો તો માત્ર મારું મૃતક શરીર જ જશે. આ શબ્દો સાંભળતાં શેઠને લાગ્યું કે હવે મારો પુત્ર મુનિત્વ છોડી આવશે જ નહીં. છેવટે શેઠ ગજીવનદાસે મુનિસાહેબ પંડિત લક્ષ્મીવિજયજી મહારાજ પાસે વિનમ્રતાપૂર્વક પહોંચી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી કે હે મુનિસાહેબ હું આજે શ્રદ્ધાપૂર્વક અને અનન્ય મનથી આપના ચરણોમાં પુત્ર ભીક્ષા આપું છું. આપ તેને પરમાર્ગનું નિર્દેશન કરજો, તેનું રક્ષણ કરજો અને તેના તપ-જ્ઞાન-સંયમ અને ધર્મનિષ્ઠામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એવા પ્રયત્ન કરજો અને કરાવજો. સાથોસાથ પોતાના દીકરાને પણ આશીર્વાદ આપતાં કહ્યું કે હે દીકરા તે સિંહની જેમ સંસારનો પરીત્યાગ કર્યો જ છે તો તે ત્યાગને નિભાવજે અને ધર્મપાલન સહ પ્રાપ્ત જ્ઞાનને આત્મસાત્ કરી જીવનમાં અમલ કરી જીવનપર્યત સચ્ચરિત્રના નિર્માણ – પાલન કરજે. અન્ય મુનિશિષ્યોને પણ તેમની ધર્મનિષ્ઠા અને તપનિષ્ઠામાં નીરત રહી સન્માર્ગનું આચરણ કરી આત્મોન્નતિ કરી, અનુયાયીઓને પણ સ્વધર્મ પાલનમાં નિષ્ઠા, આત્મસંયમ, અહિંસાવ્રત અને જીવદયા ક્ષેત્રમાં દિન પ્રતિદિન ઉન્નતિ થતી રહે તેવા તેમનાથી બનતા સઘળા પ્રયત્નો કરતા રહેવાની આશીર્વાદસહ પ્રેરણા આપી. છેવટે મનથી પુત્રસ્નેહ છોડી પૂજ્યભાવ ધારણ કરી બે હાથ જોડી મસ્તક નમાવી બધા જ મુનિશ્રીઓને, તેમજ ખાસ કરીને ગુરુમહારાજ પંડિત લક્ષ્મીવિજયજી મહારાજના ચરણારવિંદમાં નમનપૂર્વક ક્ષમાયાચના કરતાં કહ્યું કે, મેં આપ સૌને ઘણા સમયથી અનેક રીતે દુઃખ પહોંચાડ્યું, તમારી તપશ્ચર્યા, યોગ, ધ્યાનકાર્યમાં વિવિધ પ્રયત્નો કરી ખલેલ પહોંચાડી તમારો અપરાધ કર્યો, તે પાછળ મારો પ્રયત્ન માત્ર ને માત્ર મારા દીકરાને પરત લઈ જવાનો હતો. હું પુત્રપ્રેમમાં મોહાન્ધ થઈ ગયો હતો. હું સાર-અસાર સમજી શક્યો નહીં. માત્ર સ્વાર્થ જ મારી આંખોમાં છવાયેલો હતો. જેમ કમળા રોગના દર્દીને બધું જ પીળું દેખાય તેમ મને ફક્ત ને ફક્ત પુત્ર પ્રત્યેનો અનુરાગ – માયા જ નજરે પડતી હોવાથી મેં તમારા સૌનો અક્ષમ્ય ગુનો કર્યો તે અપરાધની માફી મને મળશે કે નહિ તે હું જાણતો નથી પણ ક્ષમા વીરસ્ય ભૂષણમ્' એ ઉક્તિ અનુસાર હું અપેક્ષા રાખું કે આપ સૌ મુનિ શ્રી હંસવિજયજી મહારાજ + ૩૦૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy