SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ - મુનિ શ્રી હંસવિજયજી મહારાજ ૪ રક્ષા ઉપાધ્યાય વિડોદરાની એસ્પરીમેન્ટલ સ્કૂલમાં કાર્યરત રક્ષાબહેને મુનિ શ્રી હંસવિજયજીના જીવન અને કવન રજૂ કરતો આ લેખ મોકલાવેલ, જેમાંથી પૂ. મુ. શ્રી હંસવિજયજી વિશે રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. – સં.] ગુર્જર રાજ્યના શિરમેર રજવાડામાંનું એક શ્રેષ્ઠ રાજ્ય તે વડોદરા રાજ્ય, સદર રાજ્ય શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજાનું શાંતિસમૃદ્ધ, સંસ્કારી, કલા ઉપાસક અને સાહિત્યસમૃદ્ધ મહારાજ્ય ગણી શકાય. આવા વડોદરા રાજ્યમાં બહુમુખી પ્રતિભાધારક શ્રીમાળી જગજીવનદાસ નામના સુપ્રસિદ્ધ શાહુકાર – વહેપારી થઈ ગયા જે પરમ ઉદાર, ધર્માત્મા, સરળ અને કાર્યનિષ્ઠ ગૃહસ્થ હતા, જેમના રાજકારભારીઓ સાથે અતિ નિકટ સંબંધ હતા અને વડોદરાની આસપાસના નગરો-ગામો સાથેના નીતિપૂર્વ વ્યાપાર અને પરગજુ સ્વભાવને કારણે આદર પાત્ર તેમ જ વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકેની અતૂટ છાપ તેઓએ ઊભી કરી હતી. ધર્માર્થકામ ત્રિપુરુષાર્થ ન્યાયપૂર્ણ નિષ્ઠા થકી આત્મસાત કરતા કરતા તેમના જીવન સંસારમાં પ્રભુદત્ત સાત સંતાનકુસુમો ખીલ્યાં હતાં જેમાં ૩ કુલદીપકો અને ૪ કન્યારત્નોનો સમાવેશ થાય છે. જેમાંના એક છોટાલાલભાઈનું અવતરણ આ પવિત્ર ભૂમિ પર થયું. આપણા સૌના પથદર્શકનું નામ છોટાલાલ, તે નામાર્થથી મહાત્મા શ્રી હંસવિજયજી મહારાજના નામથી આ ધરતીમંડળમાં સુપ્રસિદ્ધ થયા. શ્રી હંસવિજયજી મહારાજ જન્મ – બાળકાળઃ શેઠ જગજીવનદાસ અને તેમના સાચા અર્થમાં સહધર્મચારિણી વંદનીયા માણિક્યબાઈની સંસારયાત્રામાં તેમના પ્રેમ સમા મધ્યમ પુરુષ સંતાન છોટાલાલભાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૧૪ના અષાઢ વદ અમાસ એટલે કે દિવાસા જેવા મહાપર્વના દિને થયો, જે સ્વમુલ અને સ્વધર્મી જનોના જીવન તિમિરાંતક દીપક બની રહ્યા. આપણા આ મહાપુરુષ બાલ્યકાળથી જ અત્યંત વિનયી, ભદ્ર અને પરોપકારી વૃત્તિધારી હતા જેથી સ્વજનો અને સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ તેમનો આદર કરતી. તેમને આઠ વર્ષની વયે વિદ્યાઅભ્યાસ મુનિ શ્રી હંસવિજયજી મહારાજ + ૩૦૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy