SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) તસ્વનિર્ણય પ્રસિદ્ધ આ ગ્રંથ લખવાનો પ્રારંભ આચાર્યશ્રીએ વિ.સં. ૧૯૫૧માં જીરા પંજાબ) માં કર્યો અને વિ.સં. ૧૯૫૩માં ગુજરાનવાળા પાકિસ્તાન)માં પૂર્ણ કર્યો હતો. અને મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ (પછી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી)ને પ્રેસ કોપી કરવા આપી તે દરમિયાન આચાર્યશ્રીનો સ્વર્ગવાસ થવાથી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પ્રેસ કોપી તૈયાર કરી શુદ્ધ કરી. આ ગ્રંથમાં આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ.નું જીવનચરિત્ર પણ દાખલ કર્યું અને મુંબઈથી રા. અમરચંદ પી. પરમારે વિ.સં. ૧૯૫૮ની સાલમાં આ અપૂર્વ પ્રસાદીરૂપ શ્રી તત્ત્વનિર્ણય પ્રાસાદ ગ્રંથ પ્રસિદ્ધ કરેલ. આ ગ્રંથના છત્રીસ થંભરૂપ વિભાગો પાડી જુદાજુદા વિષયો ચર્ચે પૂર્ણ કરેલ છે. તેના પ્રત્યેક સ્થંભોની ટૂંકી વિગતો નીચે મુજબ છે. મહાવીર સ્વામીથી આજ સુધીની પટ્ટાવલી આ ગ્રંથમાં છે. પહેલા સ્થંભમાં પુસ્તક સમાલોચના, પ્રાકૃત ભાષા નિર્ણય વેદબીજક વગેરેનું વર્ણન છે. બીજા સ્થંભમાં હેમચંદ્રાચાર્યકૃત મહાદેવ સ્તોત્ર દ્વારા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવનાં લક્ષણ, તેનું સ્વરૂપ, લૌ બ્રહ્માદિ દેવોમાં યથાર્થ દેવપણું સિદ્ધ નથી થતું, તેનું પ્રાચીન લૌ િશાસ્ત્ર દ્વારા વર્ણન કરેલ છે. ત્રીજા સ્થંભમાં બ્રહ્મા – વિષ્ણુ – મહાદેવાદિ લૌકિક દેવોમાં જે જે અયોગ્ય વિગત છે તેનું વ્યવચ્છેદરૂપ વર્ણન શ્રી હેમચંદ્રસૂરિકૃત દ્વાત્રિશિકા દ્વારા કરેલ છે. ચોથા અને પાંચમા સ્થંભમાં શ્રી હરિભદ્રસૂરિવિરચિત લોકતત્ત્વનિર્ણયના ભાવાર્થ સહિત અપૂર્વ વર્ણન લખેલ છે. જેમાં પક્ષપાતરહિત દેવાદિકની પરીક્ષા કરવાનો ઉપાય અને અનેક પ્રકારની સૃષ્ટિની ગતવાસી જીવોની કલ્પના કરી છે તેનું વર્ણન છે. - છઠ્ઠા સ્થંભમાં મનુસ્મૃતિના કથન મુજબ સૃષ્ટિક્રમ અને તેની સમીક્ષા છે. સાતમા ને આઠમા સ્થંભમાં તાદિ વેદોમાં જેવું સૃષ્ટિનું વર્ણન છે તેવું બતાવી તેની સમીક્ષા કરી છે. નવમા સ્થંભમાં વેદની પરસ્પર વિરુદ્ધતાનું દિગ્દર્શન છે. દશમા સ્થંભમાં વેદોક્ત વર્ણનથી વેદ ઈશ્વરોક્ત નથી તેવું સિદ્ધ કરી આપ્યું છે. અગિયારમા સ્થંભમાં “ઓમ ભૂર્ભુવઃ સ્વસ્તતુ' ઈત્યાદિ ગાયત્રી મંત્રના અનેક અર્થો કરી જૈનાચાર્યોની બુદ્ધિમતા બતાવી છે. બારમા સ્થંભમાં અપિણાચાર્ય, શંકરાચાર્ય આદિઓએ બનાવેલ ગાયત્રી મંત્રના અર્થનું સમીક્ષાપૂર્વક વર્ણન છે અને વેદ નિંદક નાસ્તિક નથી, પરંતુ વેદના સ્થાપક નાસ્તિક છે તેવું મહાભારત આદિ ગ્રંથો દ્વારા સિદ્ધ કર્યું છે. તેરથી એકત્રીસ થંભમાં ગૃહસ્થનાં સોળ સંસ્કારોનું વર્ણન શ્રી વર્ધમાનસૂરિકૃત ન્યાયાસ્મોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy