SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) પાંચમા પરિચ્છેદમાં ધર્મતત્ત્વનું સ્વરૂપ, જેમાં નવતત્ત્વના ભેદોનું સ્વરૂપ, વેદાંતવાદ સાથે સ્પર્ધા કરી સવિસ્તાર કહેલ છે. (૬) છઠ્ઠા પરિચ્છેદમાં ચૌદ ગુણસ્થાનનું સ્વરૂપ દશ વિભાગો પાડી સમજાવેલ (૭) સાતમા પરિચ્છેદમાં સમ્યકત્વદર્શનનું સ્વરૂપ જેમાં અરિહંતની પ્રતિમા પૂજવી, ગુરુતત્ત્વ, ધર્મતત્ત્વ, નિશ્ચય સમ્યકત્વ તેની કરણી વગેરે તથા વેદનો પ્રાચીન ધર્મ અર્થ છોડી નવીન અર્થ બનાવવાનું કારણ બહુ રસમય શૈલીથી સમજાવ્યાં છે. (૮) આઠમા પરિચ્છેદમાં ચારિત્રનું સ્વરૂપ જેમાં અગિયાર સ્વરૂપો, અઢાર પાપ સ્થાપકોની સમજ, ભક્ષ્યાભઢ્ય વગેરેના દોષો ખૂબ જ સવિસ્તાર સમજાવેલ છે. (૯) નવમા પરિચ્છેદમાં શ્રાવકના દિનકૃત્યની સમજ આપતાં આહાર, વિહાર, મલોત્સર્ગ, દંતધાવન, કેશસમારન, સ્નાન, નિદ્રા, દ્રવ્યપૂજા, ભાવપૂજા, સામાયિક, સ્નાત્ર વગેરેમાં શ્રાવકે કેમ વર્તવું? દેવગુરુની આશાતનાથી કેમ બચવું? માતાપિતા, સહોદર, સ્ત્રી, પુત્ર, સ્નેહી, સંબંધી, નગરજનો સાથે કેમ વર્તવું? તેની માર્ગસૂચિ એવી લાક્ષણિક રીતે સમજાવી છે કે એક વ્યવહારશાસ્ત્રની કૉલેજના અભ્યાસક્રમનો આ પ્રકરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. (૧૦) દશમા પરિચ્છેદમાં શ્રાવકોનાં રાત્રિકૃત્યો, પર્વકૃત્યો, ચાતુર્માસિક કૃત્ય, સાંવત્સરિક કૃત્ય, જન્મત્ય એમ પાંચ કૃત્યોનું સ્વરૂપ આપવામાં આવેલ છે. (૧૧) અગિયારમા પરિચ્છેદમાં શ્રી ઋષભદેવ ભગવાનથી શ્રી મહાવીર સ્વામી પર્યત જૈનમતાદિ શાસ્ત્રાનુસારે ઇતિહાસરૂપ વૃત્તાંત આપવામાં આવેલ છે. તેમાં જુદાંજુદાં ઓગણત્રીશ પ્રકરણો પાડી, કુરુવંશ તથા યજ્ઞોપવિતની ઉત્પત્તિનું વર્ણન, યાજ્ઞવલ્કય, સુલસા, પીપલાદ તથા પર્વત પ્રમુખથી ફરી અસલ વેદોને ફેરવી હિંસાયુક્ત વેદોની રચના થઈ તેનું સ્વરૂપ, પૂર્વોક્ત મહાપુરુષોના કથનાનુસાર વર્ણવેલ છે. (૧૨) બારમા પરિચ્છેદમાં શાસનપતિ શ્રી મહાવીરસ્વામીથી આજ સુધીનું કેટલુંક ઐતિહાસિક વૃત્તાંત રચનાત્મક શૈલીથી સમજાવી ગ્રંથની સમાપ્તિ કરી છે. જૈન સિદ્ધાંતોના જિજ્ઞાસુને આ એક જ ગ્રંથ એટલી સામગ્રી પૂરી પાડે છે કે તેમાંથી તેને જૈનદર્શનનું સારામાં સારું સર્વોત્કૃષ્ટ દિગુદર્શન થઈ શકે છે, તે નિઃસંદેહ વાત છે. (૨) અજ્ઞાનતિમિરમાર: જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર સંભવતો જ નથી. પ્રકાશ ન હોય ત્યાં અંધકારનો પ્રવેશ થાય છે. પ્રકાશમાં સર્વત્ર નિર્ભયતા, નિઃશંકતા અને વિશાળતા રહેલી છે. પ્રકાશ કે અંધકારમાં જ ભય, શંકા તથા સંકોચ વસે છે. આથી એ અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરવા આ મહાન લેખકે એક મહાન ગ્રંથ લખ્યો. આ ગ્રંથને અજ્ઞાનતિમિર ભાસ્કર’ એવું સાર્થક નામ આપેલું. આ ગ્રંથ શ્રી આત્મારામજી મહારાજ સાહેબે અંબાલા (પંજાબ)માં લખવો ૨૯૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy