SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ શકતો નથી તેથી તે બહુમૂલ્ય અને તત્ત્વપૂર્ણ ગ્રંથોથી સામાન્ય જન વંચિત જ રહે છે. પ્રાકૃત-સાંસ્કૃતાદિના અભ્યાસ વિના તે શાસ્ત્રોનો શાન-બોધ થઈ શકતો નથી અને જ્યાં સુધી એ ભાષાઓને જાણે નહીં ત્યાં સુધી વાસ્તવિક મર્મ ધ્યાનમાં આવતા નથી, તેથી કાળ-સમયને વિચારી સામાન્ય ભદ્રિક આત્માઓને પ્રભુશ્રી મહાવીરના સાચા માર્ગથી વાકેફ કરવા, જૈનતત્ત્વના જાણકાર બનાવવા અને સરળ તથા તત્ત્વગવેષક બનાવવા માટે પોતે સમર્થ વિદ્વાન હોવા છતાં, ધારત તો. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગ્રંથો રચત, પરંતુ એમ ન કરતાં ભાવિના લાભનો વિચાર કરી તેઓશ્રીએ હિંદી ભાષામાં અનેક કીમતી ગ્રંથો રચ્યા. આમ વીસમી સદીમાં રાષ્ટ્રભાષામાં તત્ત્વપૂર્ણ ગ્રંથો રચી, સામાન્ય વર્ગને અમૂલ્ય તત્ત્વામૃત કોઈએ પાયું હોય તો તે શ્રી આત્મારામજી મ. સાહેબે જ. વૈદિક સાહિત્યનો અભ્યાસ કરી, પુરાણ અને ઇતિહાસનું પઠન કરી, ઉપનિષદ અને શ્રુતિઓનું અવલોકન કરી અનેક દર્શનોનું મનન કરી, શ્રી મહારાજ સાહેબે પોતાનાં રચેલાં પુસ્તકોમાં યુક્તિપૂર્વક સપ્રમાણ સ્યાદ્વાદ – અનેકાન્તવાદનું ભાષામાં એવું તો મનોહર વર્ણન આલેખ્યું છે કે, સામાન્ય અભ્યાસી પણ સ્યાદ્વાદના ગહન વિષયને સુગમતાથી સમજી શકે. તેઓશ્રીના ગ્રંથોમાં જૈન દર્શન શું છે? એ સ્પષ્ટ જોવા મળે છે. તેઓશ્રીના અમૂલ્ય ગ્રંથરત્નો જૈન સમાજને જેટલા ઉપયોગી અને લાભકર્તા છે તેટલા જ જૈનેતર સમાજને ઉપયોગી છે. જે સમયમાં મૂર્તિવાદનો સર્વથા અપલાપ થતો હતો, મૂર્તિપૂજન નિષેધ માટે આકાશપાતાળ એક કરવામાં ભગીરથ પ્રયત્નો યોજાતા હતા અને પ્રાચીન મૂર્તિવાદનો વિધ્વંસ કરવા જોરશોરથી ચારે બાજુથી અનેક અઘટિત આક્ષેપોનો ભયંકર દાવાનળ સળગ્યો હતો ત્યારે એ ભયંકર દાવાનળની સામે ઊભા રહી એકલા એ ભડવીર શ્રી આત્મારામજી મહારાજે અનેક પ્રાચીન શાસ્ત્રોનાં પ્રમાણો અને દલીલોની અખૂટ વર્ષા વરસાવી એ દાવાનળને શાંત કર્યો અને સદાને માટે સંસારમાં મૂર્તિવાદને સ્થાપિત કર્યો. આ રીતે શ્રી આત્મારામજી મહારાજ એકલા જૈનોના જ ઉપકારી છે એમ નથી પરંતુ સમગ્ર વિશ્વના તેઓશ્રી મહાન ઉપકારી છે. પોતાની સાઠ વર્ષની જિંદગીમાં તેઓશ્રીએ શ્રી જૈન તત્ત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્તનિર્ણયપ્રસાદ, ચિકાગો પ્રશ્નોત્તર, જૈનધર્મ પ્રશ્નોતર, સમ્યક્ત્વશલ્યોદ્ધાર ચતુર્થસ્તુતિ નિર્ણય, નવતત્ત્વ, ઈસાઈમત સમીક્ષા, ઉપદેશબાવની, પૂજા-સ્તવન-સાય-ભાવનાપદ સંગ્રહ વગેરે ગ્રંથો રચી જૈન સાહિત્યમાં મોટામાં મોટો વધારો કર્યો. ટૂંકમાં જો જૈનદર્શનથી સંપૂર્ણ વાકેફ થતું હોય અનેકાંતદર્શનનો ખજાનો જોવો હોય અને જો વાદીની ખરી નામના મેળવવી હોય તો પ્રથમ શ્રી આત્મારામજી મ. નાં પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. (૧) શ્રી નૈનતત્ત્વાવર્ગ: વિ.સં. ૧૯૩૭માં ગુજરાનવાલામાં ચાતુર્માસ રહ્યા અને તેમણે જૈન તત્ત્વાદર્શ ગ્રંથની રચના કરી. આ ગ્રંથ શ્રીમદ્દ્ની વિદ્યમાન સ્થિતિમાં શ્રાવક ભીમશી માણેકે વિ.સં. ૧૯૪૦માં હિંદીમાં પ્રગટ કરેલ અને તેનું ગુજરાતીમાં ૨૯૨ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy