SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સુખચેનમાં દિવસો કાઢવાનો વખત આવ્યો છે એમ સંતોષ માની બેસી રહે તેવો આત્મારામજીનો સ્વભાવ નહોતો. તેઓએ તો ખૂબ મહેનતથી શાસ્ત્રનો અભ્યાસ કરવા માંડ્યો અને તેનું ખરું રહસ્ય સમજવા માંડ્યું. એક દિવસમાં જ ત્રણસો શ્લોક કંઠસ્થ કરી લેવાની તેમની પાસે વિલક્ષણ શક્તિ હતી. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયનાં માનેલાં બત્રીસ સૂત્રો અક્ષરશઃ કંઠસ્થ કરી લીધાં અને તેઓશ્રીને થયું કે આ બત્રીસ સૂત્રોમાં જ બધું જ્ઞાન ? શું જ્ઞાનની સીમા અહીં જ સમાપ્ત થતી હતી? આટલું પરિમિત કેમ? સર્વજ્ઞના જ્ઞાનનું માપ બત્રીસ સૂત્રોથી થઈ શકતું નથી. તેમ જ બત્રીસ સૂત્રોના ટબ્બામાં ઘણા સ્થાન પર સૂત્રોના અર્થો મન કલ્પિત કરેલા છે. આવી શંકાઓ થવાથી તેઓએ ગુરુઓને પૂછ્યું પરંતુ તેમના મનનું સમાધાન કરી શક્યા નહીં. તેથી મનમાં નિશ્ચય કર્યો કે સત્યમાર્ગ અને સર્વજ્ઞનું અપરિમિત જ્ઞાન બીજું છે. આમ અહીંથી મહારાજ સાહેબે સત્યની શોધ તરફ પ્રયાણ કર્યું. તેમને વિચાર થયો કે દરેક પુસ્તક સમજવા માટે વ્યાકરણ આવશ્યક છે અને પુસ્તકને સમજી તર્કની કસોટી પર કસવા માટે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. આગમસાહિત્યનું વાંચન વધારતા ગયા. પૂર્વના પુણ્યપ્રતાપે સમાજના ભાગ્યોદયે શ્રી આત્મારામજી મહારાજનો, વ્યાકરણ અને સાહિત્યના ધુરંધર જાણકાર વૃદ્ધ પંડિત રત્નચંદ્રજી સાથે વિ. સં. ૧૯૨૦માં આગ્રા મુકામે ચાતુર્માસ દરમિયાન મેળાપ થયો. વ્યાકરણનો અભ્યાસ કર્યો અને વિભક્તિ દ્વારા જે અર્થ માલૂમ પડ્યા તેથી તેમને મૂર્તિપૂજાની યથાર્થતા સમજાણી. આગ્રાથી વિદાય થતી વખતે વયોવૃદ્ધ પં. રત્નચંદ્રજીએ આત્મારામજીને ત્રણ પ્રતિજ્ઞા લેવરાવી. (૧) અશુદ્ધ હાથે શાસ્ત્રોને કોઈ દિવસ સ્પર્શ કરવો નહિ. (૨) જિન પ્રતિમાની નિંદા કરવી નહિ (૩) પોતાની સાથે હંમેશાં દંડ રાખવો. પછી તો શ્રી આત્મારામજી મહારાજ અનેક પૂર્વાચાર્યો પ્રણીત પ્રભૂત શાસ્ત્રોનું વાંચન અને મનન કરવા લાગ્યા અને તેઓને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે હવે મારે શુદ્ધ સનાતન જૈન મતમાં ચાલ્યા જ જવું જોઈએ. આ નિશ્ચય મહારાજશ્રીએ કરી લીધો તે વખતે શ્રી આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાયના મતમાં હતા અને તેના ઉપાસકો શ્રી આત્મારામજીને એક દિવ્ય દેવપુરુષ તરીકે સ્વીકારતા હતા. તેથી શ્રી આત્મારામજી મહારાજે એ જ સંપ્રદાયમાં રહી શુદ્ધ સનાતન જૈનમતનો પ્રચાર કરવાનો નિર્ણય કરી ધીમેધીમે ઉપાસકોને પોતાના અતુલ, અમોઘ ઉપદેશથી સમજાવી શ્રી મહાવીર પ્રભુના શુદ્ધ સનાતન જેનમતમાં દાખલ કરતા ગયા અને આ રીતે પ્રથમ શ્રાવક સમુદાયનો એટલે મૂર્તિપૂજક ઉપાસકોનો પાયો મજબૂત બનાવ્યો. જેવી રીતે શ્રાવક સંઘને મૂર્તિપૂજનમાં મજબૂત બનાવ્યો તેવી જ રીતે શ્રી આત્મારામજી મહારાજે પોતાના સંપર્કમાં સ્થાનકપંથના જે-જે સાધુઓ આવતા ગયા તે સાધુઓને મૂર્તિપૂજા સંબંધી આગમોના પાઠ બતાવી અને પ્રભુની પવિત્ર આજ્ઞાઓ બતાવી પોતાની સાથમાં ભેળવતા ગયા. આમ વિ.સં. ૧૯૨૦થી લગભગ ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન શ્રાવક-ઉપાસકબળની સાથે સાધુ સમુદાયના ન્યાયાભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૮૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy