SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ એ ચેતવણીને પ્રૌઢ થયા પછી જ થોડી થોડી સમજી શક્યો છું. એમના વ્યવહારનું વિશ્લેષણ કરવાથી કેટલાક સિદ્ધાંતો સમજમાં આવે છે. અનાવશ્યક ચર્ચા-પ્રપંચ કરવો નહીં. પ્રપંચ કરતાં કરતાં તો ઘટનાઓની સાથે બીજાઓના અભિપ્રાય જોડાઈ જાય છે અને સ્વયં આપણે પણ અભિપ્રાય બાંધવા બનાવવા મંડી પડીએ છીએ, એવું કરવાથી મનમાં વ્યર્થ કષાયો વધે છે અને એમની છાયા સંબંધો ઉપર પડે છે. એક સૂક્ષ્મ પ્રભાવ પડે છે કે આ સિવાય અભિપ્રાય ઊંડા રાગ-દ્વેષમાં બદલાઈ જાય છે. આનાથી ભરાયેલું મન સરળતાથી નિર્ણયો લઈ શકતું નથી, કાર્ય પણ કરી શકતું નથી. પોતાના પિતાજીના અકાળ અવસાન પછી પોતાની માતાની વિકટ સ્થિતિ ઘણી દુઃખદાયક હતી. મહિનાઓ સુધી એ ઘરની બહાર નીકળી શકતા નહીં. આવી સ્થિતિમાં એ માત્ર બે સપ્તાહ પછી જ માતુશ્રીને રિવાજોની પરવા કર્યા વગર મુંબઈ લઈ આવ્યા. શોભાસ્પદ વસ્ત્રો પહેરાવ્યાં અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનું શીખવ્યું. અચાનક આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતાં તેઓએ ગભરાયા વગર દીકરીના શ્વશુર પાસે જઈને પોતાની સ્થિતિ બતાવી. શાનદાર જાન બોલાવવાને બદલે એમણે દીકરીને સસરાના શહેરમાં લઈ જઈ ત્યાં લગ્ન કરાવી દીધું. પછી બે દીકરીઓનાં લગ્ન એકીસાથે કરાવી દીધાં. ખર્ચ ભરપૂર કર્યો, પણ નિરર્થક મહેનત ટાળી દીધી. બધાં સ્નેહીજનોમાં એમની સ્નેહભરી ધાક રાખી. એમનો સંદેશ મોહ મત કરો એ આ સંદર્ભમાં દ્યોતક છે. ભાઈસાહેબનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી જવું, વ્યાપારમાં ઘણી ઊથલ-પાથલ થઈ જવી, નાની વયમાં મારાં માતાજીનું નિધન થઈ જવું, જેવી ઘટનાઓમાં એ પોતાની શક્તિ મુજબના પ્રયાસો કરી જોતા અને નિષ્ફળ જાય તો આગળ વધતા. પોતાની પરિસ્થિતિને કર્મફળ સમજીને સમયના પ્રવાહને એમણે અપનાવી લીધો. કોઈને દોષ ન દીધો, ન કોઈને ઠપકો આપ્યો. જે કરવું પડે એ એમણે કર્યું. ધન ઉપાર્જન કરવાની બાબતમાં એમની સમજણ સ્પષ્ટ હતી. ગૃહસ્થ પ્રત્યેક સમયે ધન મેળવવાનો ઉત્સાહ સેવવો જોઈએ, પણ એને માટે લાલસા રાખવી જોઈએ નહીં. ખોટા માર્ગો કે ખોટી રીતિઓથી ધન કમાવું જોઈએ 31
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy