SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ પ્રવચનમાળા જૈન ધર્મના મહત્ત્વપૂર્ણ પર્વોનું હાર્દ સમજાવતાં રોચક અને બોધક પ્રવચનોનું સંકલન, પર્વો અને મહાપર્વોનું મહત્ત્વ, હાર્દ અને ઉપયોગિતાને ખૂબ જ સરળ ભાષામાં સમજાવતાં આ ૧૪ પ્રવચનોનું સંકલન છે. એ જ પ્રવચનોનો આ ગુજરાતી અનુવાદ છે. ચેતનને ઉદ્દેશીને લખેલા, જીવનમાં બનતી-બગડતી સમસ્યાઓને કર્મની ફિલોસોફીના રોજબરોજની જિંદગીમાં બનતી ઘટનાઓના અનુસંધાનમાં સમજવાની દિશા પૂરું પાડતું પ્રકાશન ‘સમાધાન' પુસ્તક છે. તે હિંદી ભાષામાં પણ છપાયેલ છે. હું કોણ ?’ આ એક લેખમાળાનું સંકલન માત્ર છે. હુંનું જ્ઞાન કરાવવા માટે જ આ લેખમાળા લખવામાં આવી છે. આ તેમનું પોતાનું મૌલિક ચિંતન છે. ‘અરિહંત' હિંદી માસિક પત્રમાં છપાયેલ ચિંતનાત્મક લેખોનો રસાળ અનુવાદ એટલે હું તને શોધી રહ્યો છું.” તેનો ભાવાનુવાદ મહાસતી પદ્માબાઈએ કરેલ છે. પ્રથમ પ્રકાશન ૧૯-૧૨-૧૯૯૯. હું તો પલ પલ મુંઝાઉં' પૂ. શ્રીએ પોતાનું જ ચિંતન રજૂ કર્યું છે. મોટા ભાગનું આ ચિંતન તેઓની પોતાની મૂંઝવણોમાંથી પ્રગટેલું છે. મુનિ ભદ્રબાહુએ ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે. હું તો પલપલ મૂંઝાઉં !' નાના મારા અંતરને શું મનાઉં શાંત સુધાના સમદર તીરે રચવા મારે મિનારા પ્રિયદર્શન એ મહેલ અમોલા દીસે ન તેના કિનારા. હું તો પલપલમાં મૂંઝાઉં ! ભાવના ભવનાશિની ભાવનાથી ભવનો નાશ થાય છે. નવપદજીના એક એક પદની છણાવટ “ભાવનામૃતમાં દર્શાવી છે. બારમી સદીમાં થઈ ગયેલા મહાન જ્યોતિર્ધર આચાર્યદેવ માલધારી શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યદેવ શ્રી ચન્દ્રસૂરિ વિરચિત “બૃહત સંગ્રહણી' ગ્રંથના પદાર્થોની સુંદર સંકલના એટલે ત્રિલોક દર્શન.” પ્રિયદર્શને વિષયોનું ખૂબ સુંદર વિભાગીકરણ અને સંકલન કરેલું છે. શાસ્ત્રગ્રંથોના અધ્યયન, પરિશીલન અને ચિંતન માટે બૃહત સંગ્રહણી ગ્રંથના અભ્યાસી વર્ગને આ પ્રકાશન સહાયક બનશે. - પ્રિયદર્શને “જ્ઞાનસાર' ગ્રંથના ૩૨ અષ્ટકોનું વિવેચન ચાર ભાગમાં આપ્યું છે. મૂળ શ્લોક, શ્લોકાર્થ અને વિશદ વિવેચન યુક્ત “જ્ઞાનસાર ગ્રંથના અધ્યયન કરનારા સર્વે માટે ખૂબ ઉપયોગી ગ્રંથ બન્યો છે. વળી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજોના અધ્યયન માટે પણ આ ગ્રંથ ઉપાદેય બન્યો છે. મૃતપ્રાય બની ગયેલી ચેતનાને નવજીવન આપનારી સંજીવની એટલે પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) + ૨૫૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy