SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનકાળમાં સુધર્માસ્વામીની પરંપરાએ લગભગ પાંચસો વરસે આવનાર આર્ય વજસ્વામી છેલ્લા દસપૂર્વધર મહાત્મા હતા. ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં ઈ. સ. ૧૮૬૭ની કાર્તિક પૂર્ણિમાને દિવસે શ્રીમદ રાજચંદ્રનો જન્મ પિતા રવજીભાઈ પચાણભાઈ મહેતા ધર્મે વૈષ્ણવ તથા માતા દેવબાઈ ધ જૈનને ઘેર થયો હોઈ જન્મથી જ વૈષ્ણવ અને જેન એમ બંને ધર્મના સંસ્કારનો લાભ મળ્યો હતો. સામાજિક, રાજકીય, આધ્યાત્મિક વગેરે ક્ષેત્રોની જાગૃતિ માટે તૈયાર થયેલી ભૂમિકાને વધુ વેગ અને બળ આપનારા મહારથીઓમાં ગાંધીજી, ટાગોર, અરવિંદ ઘોષ વગેરેની સાથે શ્રીમદ રાજચંદ્રનો પણ ઉલ્લેખ કરાય છે. સાહિત્યકાર તરીકેની શ્રીમદની પ્રતિભા નૈસર્ગિક અને ઉચ્ચ પ્રકારની હતી. માત્ર અગિયાર વરસની ઉંમરે તેમણે કાવ્યલેખનની પ્રવૃત્તિ આરંભી. કિશોરાવસ્થામાં ઈનામી નિબંધો લખવા માંડ્યા જે બુદ્ધિપ્રકાશ, સૌરાષ્ટ્ર દર્પણ તથા વિજ્ઞાન વિલાસ જેવા સામયિકોમાં છપાતા. સોળ વરસની વયથી તેમની અંતરંગ દશા જાગ્રત થઈ ગઈ હતી જ્યારે તેમણે ભાવનાબોધ, મોક્ષમાળા, અપૂર્વ અવસર તથા આત્મસિદ્ધિ જેવી મહાન કાવ્યકૃતિઓનું સર્જન કર્યું. આ ઉપરાંત, શ્રીમદે ઉતરાધ્યયનસૂત્ર, દ્વાદશાનુપ્રેક્ષા, સ્વરોદયજ્ઞાન, પુષ્પમાળા, વચનસપ્તશતિ, વચનામૃત વગેરે કૃતિઓની રચના કરી. શ્રી મુંબઈ જેન યુવક સંઘના પ્રેરણામૂર્તિ અને શરૂઆતના વર્ષોમાં સલાહકાર પુણ્યશ્લોક પદ્મભૂષણ પંડિત સુખલાલજી પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રેરણાસ્ત્રોત તથા પહેલા પ્રમુખ હતા. તેમની પ્રેરણાને કારણે જૈન યુવક સંઘને કાકાસાહેબ કાલેલકર, રવિશંકર મહારાજ, ક. મા. મુનશી, બ. ક. ઠાકોર, ઢેબરભાઈ, ચીમનલાલ ચકુભાઈ, પરમાનંદ કાપડિયા જેવા કેટલાય પ્રતિષ્ઠિત વક્તાઓનો લાભ મળ્યો. પંડિતજી ૩૦ વર્ષ સુધી વ્યાખ્યાનમાળાના પ્રમુખ રહ્યા. એ પછી ડૉ. ઝાલાસાહેબ ૧૦ વરસ સુધી, ડૉ. રમણભાઈ ૩૪ વરસ સુધી અને હાલમાં ૨૦૦૬થી ડો. ધનવંતભાઈ શાહ જેવા વિદ્વાન પ્રમુખો આપણને સાંપડ્યા છે. માત્ર સોળ વરસની ઉંમરમાં શીતળામાં આંખો ગુમાવ્યા છતાં ભણવા માટે કાશી ગયા. અસહ્ય ગરમી અને અસહ્ય ઠંડી વેઠી જીવાતવાળા ઘાસ ઉપર સૂઈને માત્ર એક શેતરંજી ઓઢે. પૈસાની, રહેવાની અને જમવાની મુસીબતોને અવગણી દઢ મનોબળથી મહેનત કરી ચાલીસ જેટલા મહાન ગ્રંથોનું સર્જન કરી, અનેકને અધ્યયનમાં સફળ માર્ગદર્શન આપી, ભારતના મહાન દાર્શનિક અને પ્રકાંડ પંડિત બન્યા. ૧૯૫૭માં અખિલ ભારતીય ધોરણે પંડિતજીની વિદ્વતાને અને સિદ્ધિઓને બિરદાવવાનો કાર્યક્રમ તે વખતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાધાકૃષ્ણનના પ્રમુખ પદે થયો હતો. ૨૦૦૭માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનુપમ આદર અને ખ્યાતી ૨૪૨ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy