SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ જાદવજી વોરા [ગમતાંનો કરીએ ગુલાલ’ એવો સ્વભાવ ધરાવનાર શ્રી જાદવજીભાઈ પોતાની પાસે કોઈ સુંદર સાહિત્ય, નવો વિચાર આવે કે તરત પોતાના બહોળા મિત્રવર્તુળમાં તેને વહેંચવામાં આનંદનો અનુભવ કરે છે. પ્રસ્તુત લેખતાં તેઓએ પ્રો. તારાબહેન અને તેમના સાહિત્યની અવનવી વાતો કરી છે. – સં.] આર્યાવર્તના અજવાળા અને પરમ પ્રકાશના તેજોમંડળે જે ધરતીને સોનેથી મઢેલી છે, એવી અધ્યાત્મ સંસ્કૃતિથી આચ્છાદિત આ ભારત દેશની માટીના કણકણ સાધુ-સાધ્વીજી તથા શ્રાવક-શ્રાવિકાઓના આદર્શની ઉજ્જ્વળ યશોગાથાઓથી સુરભિત છે. ભારતના વિવિધ ધર્મ તેમ જ દર્શનોમાં વૈયક્તિક રૂપથી નારી સાધિકાઓના વિશાળ પ્રમાણમાં ઉલ્લેખો મળે છે. પરંતુ, શ્રમણી અને શ્રાવિકાસંઘનું વ્યવસ્થિત અને વિશાળ સ્વરૂપ જૈન ધર્મમાં દૃષ્ટિગોચર થાય છે. જૈન ધર્મનો સાચો વારસો તેનું વિપુલ સાહિત્ય છે. આ સાહિત્યિક વારસાને જાળવવા અને તેનું સંવર્ધન કરવા પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહે અથાગ પરિશ્રમ કર્યો છે. જૈન ધર્મમાં ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સ્વામી સુધી ચતુર્વિધ સંઘમાં નારીને શ્રમણી અને શ્રાવિકા સંઘમાં સમ્મિલિત કરી છે. પ્રોફેસ૨ તારાબહેન રમણલાલ શાહ જેવી સુશ્રાવિકાઓ જૈન ધર્મની આન, બાન અને શાન છે. શ્રુતઉપાસિકા પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહનો જન્મ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના શ્રી દીપચંદભાઈ ત્રિભોવનદાસ શાહને ત્યાં માતા ધીરજબહેન દીપચંદભાઈ શાહની રત્નકુક્ષીએ ૩૧મી જુલાઈ, ૧૯૨૮ના સપરમા દિવસે લખનૌ શહેરમાં થયો હતો. તારાબહેનના પિતાશ્રી દીપચંદભાઈ ત્રિભોવનદાસ શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના માનદ મંત્રી હતા અને આ સંસ્થાની ઊજળી ઇમારતના તે પાયાના પથ્થરસમ હતા. તારાબહેનનો પ્રાથમિક અભ્યાસ અમદાવાદ, કાંચી અને મુંબઈમાં થયો. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ. એ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માત્ર ૨૩ વ૨સની વયે ૧૯૫૧માં સોફિયા કૉલેજમાં બી.એ.ના ગુજરાતી વિષયના પ્રાધ્યાપિકા તરીકે જોડાયા. સતત ૩૮ વ૨સો સુધી અધ્યાપન પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ + ૨૩૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy